જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા અરુણ જેટલીના વિરોધમાં આશ્ચર્યજનક વિરોધ પ્રદર્શન

0
15

જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા ભાગેડુ વિજય માલ્યા અને અરુણ જેટલીના વિરોધમાં આશ્ચર્યજનક કાર્યક્રમ સહિત વિરોધ પ્રદર્શન યોજાયું.

આજ રોજ ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના કાર્યકરોએ રેલ્વે સ્ટેશન સર્કલ પર એકત્રિત થઈને ભાગેડુ વિજય માલ્યા સાથે નાણામંત્રી અરૂણ જેટલીનું નામ જોડાતાં રાજકારણ ગરમાયું છે.જેથી યુથ કોંગ્રેસ દવરા આશ્ચર્યજનક કાર્યક્રમ અને સુત્રોચ્ચારો સાથે વિરોધ પ્રદર્શન યોજયું હતું.

ભરૂચ યુથ કોંગ્રેસ દવરા ડો બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરીને છેલ્લા બે દિવસથી દેશનાં ભાગેડૂ એવા વિજય માલ્યા સાથે નાણામંત્રી અરૂણ જેટલીનું નામ જોડાતાં વિરોધનાં વંટોળ ઉભા થવા પામ્યો છે.દેશની બેંકોને અબજો રુપિયાનું ફુલેકુ ફેરવી લંડન ભાગી ગયેલા વિજય માલ્યાને કારણે હાલ રાજકારણમાં ઘમાસાણ મચ્યું છે. માલ્યાએ લંડન જતા પહેલા નાણાં મંત્રી અરુણ જેટલી સાથે મુલાકાત કરી હોવાનો દાવો કર્યા બાદ કોંગ્રેસ જેટલી અને એનડીએ સરકાર પર તૂટી પડી છે.જેના અનુસંધાને યુથ કોંગ્રેસે ગોલમાલ અગેઈનનાં બેનર સાથે વિરોધ દર્શાવી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

દેશભરમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનમાં ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ પણ જોડાયું હતું. ગોલમાલ અગેઈન ફિલ્મનું બેનર પર નરેન્દ્ર મોદી,વિજય માલ્યા, અરુણ જેટલી સાથે અમિત શાહના મુખોટાં બનાવી રેલવે સ્ટેશન ખાતે પૂતળું સળગાવવાનો આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો.

પરંતુ કાર્યક્રમ અંગે પહેલાંથીજ જાણી ગયેલ પોલીસ દવરા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દઈને કોંગ્રેસી કાર્યકરોના આશ્ચર્યજનક કાર્યક્રમ પર પાણી ફેરવી દઈને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

રિપોર્ટર:-અંકિતા પાટણવાડિયા, ભરૂચ.
મો:-990473000

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY