સરદાર સરોવર ડેમ છલકાવામાં માત્ર ૧ મીટર દૂર, ૧૭૫ ગામોમાં એલર્ટ

0
11

ભરૂચ,તા.૧૨
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી હાલ ૧૩૭.૨ મીટર નોંધાઇ છે. સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી ૧૦,૧૬,૦૦૦ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે ડેમના ૨૩ દરવાજા ૪.૧૫ મીટર ખોલીને ૮,૦૯,૦૧૫ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે. જેથી નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. ત્યારે થોડા જ દિવસોમાં નર્મદા ડેમ ૧૩૮ મીટરે લઈ જવાશે. ભરૂચ, વડોદરા, નર્મદા જિલ્લાનાં ૧૭૫ ગામો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ સાથે ત્યાં તંત્ર અને એનડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ગોરા બ્રિજ ઉપર નર્મદા નદીના પાણી ફ્રી વળતા વાહન વ્યવહાર બંધ છે. સરદાર સરોવ ડેમમાં હાલ ૫૧૫૩ મિલીયન ક્યુબીક મીટર લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગરુડેશ્વર ખાતે નર્મદા નદીની સપાટી ૨૯.૪૦ મીટર નોંધાઇ છે.
ડેમમાં પાણીની આવકને કારણે નદીની આસપાસનાં ગામડાઓમાંથી લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. કેવડિયાના ગોરાબ્રિજ પર નર્મદા નદીનાં પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો છે. અંકલેશ્વરમાં પણ ખેતરોમાં નદીનુ પાણી પ્રવેશ્યુ છે. ભરુચમાં ગોલ્ડનબ્રિજની જળસપાટી ભયજનક ૩૧ મિટરે પહોંચી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY