લંડન,તા.૮
બાયના રન પંતના ખાતામાં જાડાઈ રહ્યા છે. પોતાની ત્રીજી ટેસ્ટ રમી રહેલો પંત અત્યાર સુધીના બાયના રૂપમાં ૫૦થી વધારે રન આપી ચુકવિયો છે
ઋષભ પંતને ટેસ્ટ ક્રિકેટમાં આવ્યાને હજુ થોડા જ દિવસો થયા છે પણ દુર્ભાગ્ય તેનો પીછો છોડવાનું નામ લેતું નથી. ફાસ્ટ બોલરોની ભૂલનો ભાર પંતે પોતાના ઉપર લેવો પડી રહ્યો છે. આ શ્રેણીમાં ભલે ભારતના ફાસ્ટ બોલરોએ શાનદાર બોલિંગ કરી હોય પણ તેમણે ઘણા દિશાહીન બોલ પણ ફેકીયા છે, જેનું નુકસાન વિકેટકીપર ઋષભ પંતે ઉઠાવવું પડ્યું છે. ઘણી વખત બોલરો બોલને એટલા બહાર ફેકી દેતા હતા કે પંત ઇચ્છે તો પણ ચાર રન રોકી શકતો ન હતો.
બાયના રન પંતના ખાતામાં જાડાઈ રહ્યા છે. પોતાની ત્રીજી ટેસ્ટ રમી રહેલો પંત અત્યાર સુધીના બાયના રૂપમાં ૫૦થી વધારે રન આપી ચુકવિયો છે. પાંચમી ટેસ્ટ પ્રથમ ઇનિંગ્સમાં તે ૨૫ બાય આપી ચુકવિયો છે. પંતે ૨૫ રન બાય આપ્યો હોય તેમ બીજ વખત બન્યું છે. આ પહેલા સાઉથટમ્પન ટેસ્ટાં પણ ૨૫ કરતા વધારે બાય આપ્યા હતા.
વર્લ્ડ ક્રિકેટમાં આવી ઘટના ત્રણ જ વિકેટકીપરના કાર્યકાળમાં બની છે. સૌ પહેલા ઇંગ્લેન્ડના ક્રિકેટર ગોડ્ફ્રે ઇવાંસે ૧૯મી સદીમાં કારકિર્દીની ૯૧ ટેસ્ટમાં બે વખત ૨૫ કરતા વધારે રન બાયના આપ્યા હતા. આ મામલે સૌથી આગળ ઇંગ્લેન્ડનો વિકેટકીપર મેટ પ્રાયર છે. તેણે ૭૯ ટેસ્ટમાં ૩ વખત બાયના ૨૫ કરતા વધારે રન આપી દીધા છે. જાકે પંત માટે ચિંતાની વાત એ છે કે તે શરૂઆતની ત્રણ ટેસ્ટમાં જ આ લિસ્ટમાં આવી ગયો છે. પંતે આ કલંક આગળ ન વધે તે માટે શાનદાર વિકેટકિપીંગ કરવી પડશે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



