નવસારીના સૂર્યદેવ જ્વેલર્સની દુકાને ઈન્કમ ટેક્સ વિભાગનો સરવે, ચોપડા કબજે કરાયા

0
89

નવસારી:

નોટબંધીના સમયમાં બેંકોમાં લાખો રૂપિયા ભરી દેનારા સામે હવે ઈન્કમટેક્સ વિભાગે તપાસ શરૂ કરી છે. જેમાં કેટલાક નાના માણસો પણ ફસાઈ રહ્યા છે. બુધવારે નવસારીના મોટા બજાર ખાતે આવેલા સૂર્યદેવ જ્વેલર્સને ત્યાં નવસારી ઈન્કમટેક્સના અધિકારીઓએ ધામો નાંખીને તેમણે નોટબંધી દરમિયાન બેંકમાં ભરેલા પૈસા બાબતે પૂછપરછ શરૂ કરી હતી. જોકે, આ પૂછપરછમાં જ્વેલર્સના સંચાલકો યોગ્ય જવાબ ન આપતાં તપાસને સરવેમાં ફેરવીને અધિકારીઓએ જ્વેલર્સના ચોપડા જમા લીધા હોવાનું જાણવા મળે છે. મોટા બજાર હનુમાન મંદિરની સામે આવેલા સૂર્યદેવ જ્વેલર્સની દુકાને ગુરૂવારે બપોરના ઈન્કમટેક્સના અધિકારીઓએ તપાસ માટે આવ્યા હતા. ચાલતી ચર્ચા મુજબ આ જ્વેલર્સે નોટબંધી દરમ્યાન મોટી રકમ બેંકના ખાતામાં જમા કરી હતી. જેની તપાસ ઈન્કમટેક્સના અધિકારીઓએ કરી હતી. પરંતુ કહે છે કે ઈન્કમટેક્સના અધિકારીઓને જ્વેલર્સ મનસુખ સોની યોગ્ય જવાબ આપી શક્યા ન હતા. જેથી તેમણે સરવેની કામગીરી શરૂ કરી હતી. મોડી રાત સુધી ચાલેલી તપાસ બાદ અધિકારીઓએ જ્વેલર્સના કેટલાક ચોપડા જપ્ત કર્યા હતા. અને તેમને મોટી રકમનો ટેક્સ ભરવાની સૂચના પણ આપ્યાનું ચર્ચાઈ રહ્યું છે. બજારમાં ચાલતી ચર્ચા પ્રમાણે આ જ્વેલર્સનું કામકાજ ઓછું છે. તેમ છતાં તેમણે કેવી રીતે મોટી રકમ બેંકમાં જમા કરી તેની તપાસ આઈટી ડિપાર્ટમેન્ટ કરી રહ્યું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY