ચંડીગઢ,તા.૮
તકદીર જ્યારે આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે તેવી કહેવત પંજાબના એક શ્રમજીવીના કિસ્સામાં સાચી પડી છે.
રોજે રોજ મજૂરી કરીને કમાનારા મનોજની પુત્રીએ પૈસા ઉધાર લઈને લોટરીની બે ટિકિટ લીધી હતી. આ ટિકિટને જ દોઢ કરોડનુ ઈનામ લાગ્યુ છે. ભટ્ઠા પર કામ કરનાર મનોજના પરિવારમાં સાત સભ્યો છે. રોજે રોજ ખાવાના પણ ફાંફા પડતા હતા તે પરિવારના તકદીર હવે ખુલી ગયા છે. આ પરિવાર લોટરીમાં લાગેલા ઈનામના કારણે દોઢ કરોડ રુપિયાનો માલિક બની ગયો છે.
મનોજની પુત્રી રિંપીએ કહ્યું હતુ કે પોસ્ટ ઓફિસમાં કામ કરનાર યુવાન અમારી ઘરે આવ્યો હતો. તેની પાસે આઠ ટિકિટ હતી અને કોઈ આ ટિકિટ ખરીદી નહી રહ્યું હોવાથી તે પાછી આપવાનો હતો. અમે પાડોશી પાસે પૈસા ઉધાર લઈને બે ટિકિટ લીધી હતી.
લોટરી કંપનીએ આવીને આ પરિવારને જાણ કરી હતી કે તમારી ટિકિટને આ વખતનુ દોઢ કરોડનુ બમ્પર ઈનામ લાગ્યુ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





