વિપક્ષમાં પરસ્પર એકતા દેખાતી નથી…

0
42

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિન્દ કેજરીવાલ અને તેમના કેટલાક પ્રધાનો ભલે દિલ્હીના વહીવટીતંત્ર સાથે જાડાયેલા મુદ્દાને લઇને નાયબ રાજ્યપાલને ઘેરવાના પ્રયાસો કરી ચુક્યા છે અને વિરોધ પ્રદર્શન કરી ચુક્યા છે પરંતુ તેમના આ રાજકીય પગલાથી એવી બાબત સપાટી પર આવી ગઇ છે કે વિપક્ષમાં કોઇ પણ પ્રકારની એકતા દેખાતી નથી. વિપક્ષમાં ભારે અસમંજસની Âસ્થતી રહેલી છે. તેમની વચ્ચે ભારે ખેંચતાણ પણ છે. એકબાજુ વિરોધ પક્ષો ભાજપ મુક્ત ભારત બનાવવાના નામ પર એક થઇને આગળ વધવા માટે ઇચ્છુક છે. જા કે તેમની વચ્ચે પારસ્પર તાલમેલ નથી. આના માટે કેટલીક દુવિધાને કારણરૂપ ગણી શકાય છે. મુખ્ય રીતે વિરોધ પક્ષો બિન કોંગ્રેસ અને બિન ભાજપ ગઠબંધન બનાવીને આગળ વધવા માટે ઇચ્છુક છે. ત્રીજા મોરચાની રચના પર ધ્યાન વધારે આપવામાં આવી રહ્યુ છે. કોંગ્રેને સાથે લઇને ચાલવા માટે દુવિધા રહેલી છે. હાલમાં મોટા ભાગના રાજકીય પક્ષો કોંગ્રેસ સાથે અંતર રાખીને આગળ વધવા માટે ઇચ્છુક છે. રવિવારના દિવસે યોજાયેલી નીતિ આયોગની બેઠકના એક દિવસ પહેલ દિલ્હી પહોંચેલા આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચન્દ્રાબાબુ નાયડુ, મમતા બેનર્જી અને એચડી કુમારસ્વામીએ કેજરીવાલને સમર્થન આપીને તેમને મળવાના પ્રયાસ કર્યા હતા. તેઓ તેમના પરિવારના સભ્યોને મળ્યા હતા. જા કે રાહુલ ગાંધીને આ લોકો મળ્યા ન હતા. રાહુલ સાથે તેમને તેમની બેઠક જરૂરી લાગી ન હતી. જા કે કોંગ્રેસનુ વલણ તો કેજરીવાલના ધરણાને ડ્રામા તરીકે ગણાવવાનુ રહ્યુ છે. કેટલાક અન્ય મુદ્દા પર પણ કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો વચ્ચે વ્યાપક મતભેદો છે. કર્ણાટકના મુખ્યપ્રધાન તરીકે જ્યારે કુમારસ્વામીએ શપથ લીધા ત્યારે તમામ વિરોધ પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. જેમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, બહુજન સમાજવાદી પાર્ટીના નેતા માયાવતી, તૃણમુળ કોંગ્રેસના નેતા મમતા બેનર્જીનો સમાવેશ થાય છે. માયાવતી અને સોનિયા ગાંધી જે રીતે મળ્યા હતા તેની ચર્ચા ચારેબાજુ રહી હતી. પરંતુઆ તમામ લોકો રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલી ઇફ્તાર પાર્ટીમાં ગેરહાજર રહ્યા હતા. આને વિપક્ષી એકતા દર્શાવવા માટેના મોટા મંચ તરીકે રાજકીય પંડિતો ગણી રહ્યા હતા. એટલામાં ઓછુ હોય તેમ સમાજવાદી પાર્ટીએ તો સાફ સંકેતો પણ આપી દીધા છે કે આગામી સામાન્ય ચૂંટણીમાં તે કોંગ્રેસ સાથે ગઠબંધન કરનાર નથી. તે બહુજન સમાજવાદી પાર્ટી સાથે ચાલવા માટે ઇચ્છુક છે પરંતુ કોંગ્રેસ સાથે ચાલવા માટે તૈયાર નથી. જા કે સમાજવાદી પાર્ટીને પણ દહેશત રહેલી છે કે કોંગ્રેસ અને બહુજન સમાજવાદી પાર્ટી કોઇ ગઠબંધનની રચના ન કરી લે. આ બન્ને પાર્ટીઓની સાથે આવવાની બાબત મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તિસગઢમાં કોંગ્રેસ દ્વારા બહુજન સ્માજ્વાદિ માટે છોડવામાં આવનાર સીટો પર આધારિત રહેશે. આને લઇને જટિલ સ્થિતિ મધ્યપ્રદેશ અને બહુજન સમાજવાદી પાર્ટીના નેતાઓના હાલમાં આવી રહેલા નિવેદનોથી સ્પષ્ટ થઇ જાય છે. હકીકતમાં મોટા ભાગના રાજકીય પક્ષો કોંગ્રેસ સાથે રહેવા માટે તૈયાર નથી. કોંગ્રેસ પાર્ટી આગળ વધે તેમ વિરોધ પક્ષો ઇચ્છતા નથી. કારણ કે વિતેલા વર્ષોમાં આ તમામ પક્ષો કોંગ્રેસ સામે લડીને ઉભા થયા છે. જેથી તેમના કારણે કોંગ્રેસ પાર્ટી ફરી મજબુત થાય તેમ તેઓ ઇચ્છતા નથી. તમામ વિરોધ પક્ષો માને છે કે જા કોંગ્રેસ મજબુત થશે તો તેમની સ્થિતિ નબળી પડી શકે છે. હાલમાં વિરોધ પક્ષો એવા માહોલ બનાવવા માટેના પ્રયાસમાં છે કે કોંગ્રેસ પાર્ટી મજબુરીમાં તેમનુ સમર્થન કરતી રહે. સાથે સાથે નેતૃત્વ કરવાના બદલે નીચેના સ્તર પર રહે. વિરોધ પક્ષો માને છે કે કોંગ્રેસ સાથે ઉભા રહેવાની સ્થિતિમા તેમની વોટ બેંકમાં ગાબડા પડી શકે છે. વિરોધ પક્ષોના નેતાઓને રાહુલ ગાંધીની નેતૃત્વ ક્ષમતા પર પણ શંકા રહેલી છે. જા કે કોંગ્રેસ જા આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂટણીમાં મજબુત બનીને ઉભરી આવશે તો ક્ષેત્રીય પક્ષો તેમની સાથે આવવા માટે મજબુર બની શકે છે. હાલમાં કોંગ્રેસ પાર્ટી સાથે વિરોધ પક્ષો રહેલા ઇચ્છુક નથી. જુદા જુદા રાજ્યોના વિરોધ પક્ષો કોંગ્રેસની સાથે રહેવાના બદલે એક અલગ બિન ભાજપ અને બિન કોંગ્રેસ મોરચાની રચના પર વધારે ધ્યાન આપી રહ્યા છે. જેના કારણે તેમની વચ્ચે એકતા દેખાઇ રહી નથી. મમતા, નાયડુ, અખિલેશ યાદવ અને કેજરીવાલ તમામ જુદા જુદા મત કોંગ્રેસને લઇને ધરાવે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY