ભુજ: પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ ભુજની સુચના અને માર્ગદર્શન મુજબ આજરોજ એલ.સી.બી., પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એમ.આલનાઓ તથા પો.સબ ઇન્સ. એમ.બી.ઔસુરાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ સ્ટાફના કર્મચારીઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ ઇન્સપેકટરશ્રી જે.એમ.આલ સાહેબને હકીકત મળેલ કે, વડોદરાથી ગુમ થયેલ બાળક ભુજ રેલ્વે સ્ટેશન પાસે ન્યુ સલમાન ટી હાઉસ પાસે છે, જે હકીકત વેરીફાઇ કરવા પેટ્રોલીંગના સ્ટાફના કર્મચારીઓને સુચના આપતા જે સુચના આધારે તપાસ કરવામાં આવતા તા.૧૬/૦૬/૨૦૧૮ના રોજ ગુમ થનાર બાળક મહાવિરસિંહ સુરેન્દ્રસિંહ વાધેલા, ઉ.વ.૧૬, રહે.આજવા રોડ, વડોદરા વાળો મળી આવતા વડોદરા ખાતે તપાસ કરાવતા આ બાળક સબંધે વડોદરા શહેર બાપોદ પોલીસ સ્ટેશનમાં ફ.ગુ.ર.નં.૮૪/૧૮, આઇ.પી.સી. કલમ – ૩૬૩ મુજબનો ગુનો દાખલ થયેલ હોવાનું જાણવામાં આવેલ, અને આ સબંધે વડોદરા સીટીના ડી.વાય.એસ.પી.શ્રી એફ.કે.જોગલના સંકલનમાં રહી મજકુર બાળકના પિતા સુરેન્દ્રસિંહ ચંન્દ્રસિંહ વાધેલાનુ મોબાઇલ ફોન ઉપર સંપર્ક કરાવી, અને આ બાળકને લેવા માટે તેના વાલી વારસ તથા વડોદરા પોલીસની ટીમ ડી.વાય.એસ.પી.શ્રી એફ.કે.જોગલસાહેબના સંકલનથી રવાના થયેલ છે. આ બાળક વડોદરા ખાતે બ્રાઇટ ઇંગ્લીશ સ્કુલમાં ધો.૯ માં અભ્યાસ કરે છે. સાયંસ વિષયમાં રૂચી ધરાવે છે, અને નવા નવા પ્રોજેકટ બનાવવાનો શોખ હોઇ નવમાં ધોરણના અભ્યાસ ક્રમમાં આ વિષય આવતાા ન હોઇ જેથી અભ્યાસમાં રસ ન લાગતા તા.૧૬/૦૬/૧૮ના સાંજના છએક વાગ્યે હું ટયુશન જાઉ છુ તેમ કહી ઘરે થી નીકળી કરજણ રેલ્વે સ્ટેશનેથી મુંબઇ જતો રહેલ મુંબઇથી અમદાવાદ અને ત્યાંથી આજરોજ ભુજ આવેલ હતો.
ગૌતમ બુચિયા 8160036919
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




