મુંબઈ,તા.૧૪
૨૦૧૯ના વર્લ્ડ કપ માટે કાઉન્ટડાઉન શરૂ થઇ ગયુ છે. વર્લ્ડ કપની શરૂઆત માટે માત્ર કેટલાક મહિનાઓ જ બાકી છે અને આવામાં ટીમ ઇન્ડિયામાં મહેન્દ્ર સિંહ ધોનીની ભૂમિકાને લઇ ચર્ચાઓ પણ ગરમ થઇ ગઇ છે. ૨૦૧૯ વર્લ્ડ કપમાં ઋષભ પંત પર દાંવ લગાવવામાં આવે કે મહેન્દ્ર સિંહ ધોનીને કાયમ રાખવામાં આવે, આ વિષે વિરેન્દ્ર સહેવાગે પોતાનું સૂચન આપ્યું છે.
પૂર્વ ભારતીય સલામી બેટ્સમેન સહેવાગે ધોની ધોનીના ૨૦૧૯માં થનાર વર્લ્ડ કપ સુધી ભારતીય વન ડે ટીમનો ભાગ બની રહેવા માટે સમર્થન આપ્યુ છે. સહેવાગે કહ્યુ ,’જાકે ધોની આવનારા વર્લ્ડ કપની ફાઇનલ સુધી ૩૮ વર્ષનો થઇ જશે પરંતુ તેમનું વન ડે કરિયર સારૂ રહ્યુ છે. જેમા તેમના નેતૃત્વમાં ભારતીય ટીમનો ૨૦૧૧માં વર્લ્ડ કપ જીત ચેમ્પિયન્ બનવું પણ સામેલ છે.’
નોંધનિય છે કે, ઇંગ્લેન્ડમાં હાલમાં જ રમવામાં આવેલી વન ડે સિરીઝ દરમિયાન ધોનીના પ્રદર્શનને લઇ તેમની ખુબ જ આલોચના થઇ હતી. ટીમ મેનેજમેન્ટ તરફથી એ વાતના કોઇ સંકેત નથી મળ્યા કે, ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ઓવલ ટેસ્ટમાં સદી ફટકારનાર યુવા વિકેટકિપર બેટ્સમેન ઋષભ પંતને ધોનીના સ્થાને વન ડે ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.
ધોનીના પૂર્વ સાથી ખેલાડી સહેવાગનું માનવું છે કે, પૂર્વ કેપ્ટન ધોનીનું આવનારા વર્લ્ડ કપ સુધી ટીમમાં બની રહેવું ખુબ જ જરૂરી છે. સહેવાગે કહ્યુ ’મારી અંગત સલાહ પ્રમાણે એમ એસ ધોનીએ વર્લ્ડ કપ ૨૦૧૯ સુધી ટીમનો ભાગ બની રહેવું જાઇએ’. સહેવાગે કહ્યુ ,’જા તમે ઋષભને અત્યારથી જ રમાડવાનું શરૂ કરો છો તો પણ તે વર્લ્ડ કપ સુધી ૧૫-૧૬ વન ડે મેચ જ રમી શક્શો, જે ધોનીની તુલનામાં ખુબ જ ઓછી છે, જે ૩૦૦થી પણ વધુ મેચ રમ્યો છે. હું ઇચ્છુ છું કે, ધોની જ વર્લ્ડ કપ રમે.’
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




