મને ગુનેગાર સાબિત કરવા માટે ફેક મીડિયા ઓવરટાઇમ કરી રહ્યુ છે : ટ્રમ્પ

0
6

વોશિંગ્ટન,તા.૧૯
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે, ન્યૂઝીલેન્ડમાં થયેલા હુમલા માટે મીડિયા તેઓને દોષી ઠેરવી રહ્યુ છે. ટ્‌વીટર પર પોતાના ૫ કરોડ ૯૦ લાખ ફાલોઅર્સને તેઓએ કહ્યુ કે, આરોપ સાબિત કરવા માટે ફેક મીડિયાએ ઘણી મહેતન કરવી પડશે.
ન્યૂઝીલેન્ડની બે મસ્જિદોમાં ૫૦ લોકોની હત્યા કરનારા બ્રેન્ટને ટ્રમ્પને શ્વેત વિચારધારાના પ્રતિક ગણાવ્યા હતા. ટ્રમ્પે અનેક ટ્‌વીટ્‌સ કરી હુમલાની નિંદા કરતા ન્યૂઝીલેન્ડ સરકારને સહાયતાની રજૂઆત કરી હતી.
અમેરિકાના પ્રેસિડન્ટ એવા સમયે વિવાદોમાં આવ્યા જ્યારે તેઓએ શુક્રવારે પોતાના ટ્‌વીટમાં કહ્યુ કે, હિંસક વ્હાઇટ સુપ્રીમસી મોટી સમસ્યા નથી. આ વિચારધારા સાથે જાડાયેલા લોકોની સંખ્યા ખૂબ જ ઓછી છે.
ટ્રમ્પના ટ્‌વીટની ડેમોક્રેટ્‌સે ટીકા કરી હતી. તેઓનું કહેવું હતું કે, પ્રેસિડન્ટ મિશ્રિત પ્રતિક્રિયા આપી રહ્યા છે. જ્યારે આ સમયે મોટાંભાગના નિષ્ણાત વ્હાઇટ સુપ્રીમસીના મુસ્લિમ, ઇમિગ્રન્ટસ અને લઘુમતિઓના હુમલાને ખોટો ગણાવી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY