નિઝર આઈ.ટી.આઈ.માં નવા સત્ર માટે પ્રવેશ કાર્યવાહી શરૂ કરાઈ

0
12

જાહેર રજાના દિવસે પણ પ્રવેશકાર્ય શરૂ રહેશે
વ્યારા, તા.૧૫

તાપી જિલ્લાના નિઝર ખાતે આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ઓગષ્ટ-૨૦૧૯થી શરૂ થતા સત્ર માટે પ્રવેશ કાર્યાવહી ચાલુ છે. આ પ્રવેશ કાર્યવાહી જાહેર રજાના દિવસો દરમિયાન પણ ચાલુ રહેશે. સંસ્થા ખાતે ફીટર, વાયરમેન, ઇલેકટ્રીશિયન, વેલ્ડર(સ્ટ્રકચરલ), સુઇંગ ટેકનોલોજી(સિવણ), આર્મેચર મોટર રિવાઇન્ડીંગ, કોપા, કોમ્પ્યુટર હાર્ડવેર અને નેટવર્ક મેન્ટેનન્સ જેવા વ્યવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી ચાલુ હોઇ પ્રવેશ મેળવવા ઇચ્છુક ધોરણ ૭,૮,૯ પાસ તથા ધોરણ ૧૦ પાસ/નપાસ ઉમેદવારોએ તાત્કાલિક આઇટી.આઇ નિઝરનો રૂબરૂ અથવા ટેલિફોન નંબર ૦૨૬૨૮-૨૪૪૬૯૪ ઉપર સંપર્ક કરવો. વધુમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડ પરીક્ષાના પરિણામ બાદ આઇ.ટી.આઇના અલગ અલગ કોર્ષમાં પ્રવેશ મેળવી શકાય છે એમ આચાર્ય, આઇ.ટી.આઇ નિઝર તરફથી જણાવાયું છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY