તાપી જિલ્લામાં ૭૨૨૦૧હેક્ટરમાં જુદા જુદા પાકોનું વાવેતર કરાયું

0
30

સૌથી વધુ સોનગઢ તાલુકામાં ૧૯૬૦૪ હેકટરમાં થયું
વ્યારા, તા. ૧૮
તાપી જિલ્લામાં વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતો વાવણીની કામગીરીમાં જોતરાઇ ગયા છે. ચોમાસાના આગમનની સાથે જ તાપી જિલ્લામાં વાવણીની શરૂઆત થઇ ચૂકી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં ૭૨૨૦૧ હેકટર વિસ્તારમાં વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારી સતિષ ગામીત દ્વારા જણાવાયું છે.
વિગતે જોઈએ તો જિલ્લામાં ૨૭૧૭૩ હેકટરમાં ડાંગર, ૮૬૭૪ હેકટર જુવાર, ૧૬૩૨ હેકટર મકાઇ, ૮૯ હેકટર અન્ય ધાન્ય, ૧૧૮૬૫ હેકટરમાં તુવેર, ૭૦ હેકટરમાં મગ, ૬૬૨ હેકટરમાં અડદ, ૧૧૨ હેકટર અન્ય કઠોળ, ૭૬૧ હેક્ટર મગફળી, ૬૬૨૪ હેકટર સોયાબીન, ૯૪૦૦ હેકટર કપાસ, ૨૯૫૩ હેકટર શાકભાજી અને ૨૧૪૬ હેકટરમાં ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું છે. જિલ્લામાં સૌથી અત્યાર સુધીમાં સૌથી વધુ ૨૭૧૭૩ હેકટરમાં ડાંગર જયારે સૌથી ઓછું મગ ૭૦ હેકટરમાં કરવામાં આવ્યું છે.
તાલુકાવાર કરવામાં આવેલ વાવેતરમાં વાલોડ ૪૨૩૮ હેકટર, વ્યારા ૬૪૫૪ હેકટર, ડૉલવણ ૫૮૬૨ હેકટર, સોનગઢ ૧૯૬૦૪ હેકટર, ઉચ્છલ ૧૫૪૨૪ હેકટર, નિઝર ૧૧૩૩૦ હેકટર અને કુકરમુન્ડા તાલુકામાં ૯૨૮૯ હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. અત્યાર અત્યાર સુધી જિલ્લાના સોનગઢ તાલુકામાં સૌથી વધુ ૧૯૬૦૪ હેકટર અને સૌથી ઓછું વાલોડ તાલુકામાં ૪૨૩૮ હેકટર વાવેતર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ નોર્મલ વાવેતર વિસ્તાર ૧,૧૪,૭૮૦ હેકટર પૈકી અત્યાર સુધી જિલ્લામાં ૭૨૨૦૧ હેકટરમાં વાવેતર પૂર્ણ કરવામાં આવ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY