મામલતદાર કચેરીમાં પણ જાણ કરી શકાશે
વ્યારા, તા. ૧૯
તાપી જિલ્લામાં કોઇ રહેણાંક મકાન/દુકાન/ઓફિસ કે ઔદ્યોગિક એકમોના માલિકો કે સંચાલકોએ અગર તો આવી મિલ્કતો ભાડે આપે તો તેની માહિતી તૈયાર કરી નજીકના પોલીસ સ્ટેશન અને મામલતદાર ઓફિસમાં દિન-૭માં આપવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયાએ જાહેરનામું બહાર પાડી તાકીદ કરી છે.
જાહેરનામાં જણાવ્યા અનુસાર તાપી જિલ્લામાં કોઇ મકાન/દુકાન/ઓફિસ/ઔદ્યોગિક એકમોના માલિકો કે સંચાલકોએ એકમો ભાડે આપ્યા આપ્યા હોય તેવા મકાન/દુકાન/ઓફિસ/ઔદ્યોગિક એકમોની માહિતી તૈયાર કરી સંબંધિત પોલીસ સ્ટેશન અને મામલતદાર ઓફિસને દિન-૭માં આપી દેવાની રહેશે. મકાન/દુકાન/ઓફિસ/ઔદ્યોગિક એકમોના માલિકો, સંચાલકો કે ખાસ સત્તા આપી હોય તેવી વ્યક્તિ હવે પછી આવી કોઇ મિલ્કતો ભાડે આપે ત્યારે તેઓએ સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કોઇ વ્યક્તિને મકાન/દુકાન/ઓફિસ/ઔદ્યોગિક એકમો ભાડે આપી શકશે નહિં. હવે પછી ભાડે આપવાના મકાન/દુકાન/ઓફિસ/ઔદ્યોગિક એકમો વિગત ભાડુઆત અને સંબંધિત દલાલા કે જેઓએ ભાડુઆતની ઓળખાણ આપેલ હોય તે અંગેની જરૂરી માહિતી નિયત નમૂનામાં તૈયાર કરી જે તે વિસ્તારના સંબંધિત પોલીસ સ્ટેશન તથા મામલતદારને દિન-૭માં આપવાની રહેશે. આ હુકમ તા. ૦૬/૦૯/૨૦૧૯ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



