ઈજા છતાં આઈપીએલમાં રમ્યો હવે લાંબો સમય ક્રિકેટથી દૂર રહેશે

0
22

બેંગ્લુરુ,તા.૧૯

ફિઝિયોની ભૂલને કારણે વિકેટકિપર રિદ્ધિમાન સાહાની કારકિર્દી જાખમમાં..!!

ભારતીય ક્રિકેટર રિદ્ધિમાન સાહા ખભાની તેમજ આંગળીની ઇજા સામે ઝઝુમી રહ્યો છે. સાહા બેંગલુરૂ સ્થિત એનસીએમાં રિહૈબિલિટેશન પક્રિયામાંથી પસાર થઇ રહ્યો છે. બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યુ છે કે, ‘સાહાએ સીનિયર ફિઝિયોની દેખરેખમાં ટ્રેનિંગ લીધી જેને કારણે સ્થિતિ વધુ ખરાબ બની ગઇ હતી’. મહત્વપૂર્ણ છે કે,સાહાને દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન ખભામાં ઇજા થઇ હતી. તેમ છતા તે આઇપીએલમાં રમ્યો અને આ દરમિયાન તેના અંગુઠામાં ઇજા થઇ હતી. હવે તકલીફ એટલી વધી ચુકી છે કે તેને લાંબા સમય માટે ટીમની બહાર રહેવુ પડી રહ્યું છે.
બીસીસીઆઇના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, ‘સાહાનું રિહૈબિલિટેશન ખોટી રીતે કરવામાં આવ્યુ. એનસીએ ફિઝિયોએ ઘણી મોટી ભૂલ કરી છે. હવે તે સર્જરી બાદ મેદાનમાં વાપસી કરી શકે છે. સર્જરી થયાના ઓછામાં ઓછા ૨ મહિના સુધી તે બેટને પકડી નહી શકે અને તે બાદ તેનું રિહૈબિલિટેશન શરૂ થશે’ સાહાને આ વર્ષે આઇપીએલ દરમિયાન અંગુઠામાં ઇજા થઇ હતી, તે બાદ તે ક્રિકેટથી દૂર છે.
હવે ખબર પડી છે કે સાહાની સમસ્યા પહેલા કરતા મોટી છે. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ આગામી ટેસ્ટ સિરીઝ માટે તેની પસંદગી કરવામાં નથી આવી પરંતુ બોર્ડે તેની ફિટનેસ સમસ્યા વિશે પુરી જાણકારી આપી નથી. ખભામાં ઇજાનો અર્થ એવો પણ છે કે તે ભારતીય ટીમ સાથે ઓસ્ટ્રેલિયા પ્રવાસે પણ નહી જઇ શકે. સાહાએ પોતાના ટ્વીટર પેજ પર લખ્યુ હતું, ‘ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યો છું’. આવતા મહિને બ્રિટનમાં સાહાએ સર્જરી કરાવવી પડશે અને તે આ વર્ષના અંતમાં ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ટીમમાંથી બહાર થઇ શકે છે.
અધિકારીએ દાવો કર્યો, ‘સાહાના ખભામાં આ ઇજા દક્ષિણ આફ્રિકા પ્રવાસે એક કેચ પકડતા સમયે થઇ હતી, આ સામાન્ય ઇજા હતી, જેનાથી તેને પરેશાની નહતી. માંસપેશીઓમાં ખેચાણને કારણે તેને દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ અધવચ્ચે છોડવો પડ્યો હતો, તે સમયે ખભામાં સામાન્ય દર્દ હતું’.
(જી.એન.એસ.)

 

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

 

 

 

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY