વાશિંગ્ટન,તા.૧૯
અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રશિયાએ દરમિયાનગીરી ન કરી હોવાના પોતાના નિવેદનથી પલટી માર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે હવે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું નામ લીધું છે. બુધવારે એક ઈન્ટવ્યૂમાં કહ્યુ કે તેઓ માને છે કે આ મામલે પુતિન વ્યક્તિગત રીતે જવાબદાર છે. તેઓ ગુનેગાર છે, કેમકે તેઓ રશિયાના નેતા છે. ટ્રમ્પે કહ્યુ હું પુતિનને જવાબદાર એટલા માટે કહીશ કેમકે તેઓ તેમના દેશના નેતા છે. ઠીક તેવી જ રીતે જે રીતે આ દેશમાં કંઈ થાય તો તેના માટે હું જવાબદાર છું.
અમેરિકી સાંસદ હવે કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યાં છે. તેઓ અદાલતમાં તે માગ કરશે કે ટ્રમ્પની મુલાકાત દરમિયાન તેમની સાથે ગયેલાં અમેરિકાના ટ્રાંસલેટરે જે નોટ્સ કર્યાં હતા, તેને જાહેર કરવામાં આવે. જેનાથી સ્પષ્ટ થશે કે ભૂલ ટ્રાંસલેટરની હતી કે ટ્રમ્પે પોતાની મરજીથી નિવેદન કર્યાં. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયને પણ આગામી અઠવાડીયે સેનેટની સામે રજૂ થઈ ટ્રમ્પ-પુતિન શિખર વાર્તાની માહિતી આપવી પડશે. ટ્રમ્પ પર દબાણ એટલા માટે વધી રહ્યુ છે કેમકે અમેરિકાની તપાસ એજન્સીએ હાલમાં જ કોર્ટને કહ્યુ હતું કે રશિયાના ૧૨ ગુપ્તચર અધિકારીઓએ અમેરિકાની ચૂંટણીમાં દરમિયાનગીરી કરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




