રાજકોટ,તા.૧૦
ધોરાજી તાલુકા પંચાયતનાં પ્રમુખ સહિત ૭ સભ્યોએ સીએમની હાજરીમાં કેસરીયો ધારણ કરી ભાજપમાં જાડાઈ ગયા છે. જેને લઈને પોરબંદર કોંગ્રેસનાં ઉમેદવાર લલિત વસોયાને વધુ એક ઝટકો લાગ્યો છે. જયેશ રાદડિયાએ કોંગ્રેસમાં ભંગાણ કર્યું છે. જેને લઈને કોંગ્રેસને પોરબંદરની બેઠક પર અસર થઈ શકે છે.
જિલ્લાની કાલાવડ તાલુકા પંચાયતમાં ભંગાણ થતાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. તાલુકા પંચચાયતના ૯ કોંગ્રેસી સભ્યોએ કોંગ્રેસને બાય બાય કરી ભાજપમાં પ્રવેશ કર્યો છે. કાલાવડ તાલુકા પંચાયતના પ્રમુખ અને હોદ્દેદારો સહિત ૯ લોકો ભાજપમાં જોડાયા છે. આ સાથે જ ધ્રોલમાંથી પણ પંચાયતના સભ્યો ભાજપમાં જોડાયા હોવાના સમાચાર સામે આવ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


