અમદાવાદ,
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની આગામી માર્ચ માસમાં શરૃ થઈ રહેલી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા પૂર્વે તાણ અનુભવતા છાત્રો અને વાલીઓ માટે સોમવારથી હેલ્પલાઈન શરૃ કરવામાં આવી રહી છે.
ટોલ ફ્રી નંબર સાથેની બોર્ડની આ હેલ્પલાઈનમાં શિક્ષણના નિષ્ણાંતો ઉપરાંત સાયકોલોજીસ્ટો કાઉન્સેલીંગ માટે બેસાડવામાં આવશે. વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીઓ ઓછી કરી હોવાથી કે પછી બોર્ડની પરીક્ષાના હાઉથી ડરીને ખોટા પગલાઓ ભરી બેસતા હોય છે તેના માટે આ હેલ્પલાઈન ઉપયોગી સાબિત થાય છે. હેલ્પલાઈનમાં કોઈ પણ વિદ્યાર્થી કે વાલી નિસંકોચ ફોન કરી માર્ગદર્શન મેળવી શકે છે. પરીક્ષાને લગતા પણ કોઈ સવાલો હોય તો તેની પણ પુછપરછ થઈ શકે છે.
તા.૧૯ ફેબ્રુઆરી, સોમવારથી શરૃ થતી આ હેલ્પલાઈન તા.૨૮ માર્ચ સુધી ચાલુ રાખવામાં આવશે. હેલ્પલાઈન નિશુલ્ક છે તેના નં.૧૮૦૦૨૩૩૫૫૦૦ છે. સાયકોલોજીના નિષ્ણાતો અલગ અલગ કેસને સમજીને તેનો ઉકેલ આપી વિદ્યાર્થીઓના તાણ ઘટાડવામાં મદદગાર થાય છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"