શિક્ષણમંત્રીને વિદ્યાર્થીઓ દ્વારા ૪૫૦ પોસ્ટકાર્ડ લખી સેમેસ્ટર પ્રથા રદ્દ કરવાની માંગ કરાઈ

0
88

ગોંડલ,
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાતમાં યુજીમાંથી સેમેસ્ટર પ્રથા બંધ કરવા માટે અભિયાન ચલાવવામાં આવી છે. જેમાં ગોંડલમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં સમર્થન આપી રહ્યા છે. વિદ્યાર્થીઓ દ્વારા ૪૫૦ પોસ્ટકાર્ડ શિક્ષણમંત્રીને લખી સેમેસ્ટર પ્રથા રદ કરવાની માંગ કરાઇ છે.
ગોંડલમાં પણ વિવધ કાર્યક્રમો કરાયા હતા. જેમાં વોલ રાઈટિંગ, રોડ રાઈટિંગ, સાઈન કેમ્પેઈન વિવધ કોલેજ કેમ્પસમાં કરવામાં આવ્યા હતા. તેમજ બે દિવસ દરમિયાન પોસ્ટકાર્ડ વિદ્યાર્થી દ્વારા લખવામાં આવ્યા હતા જે શિક્ષણમંત્રીને મોકલવામાં આવનાર છે. આ અભિયાનમાં બહોળી સંખ્યામાં શિક્ષકો તથા વિદ્યાર્થીઓ સમર્થન આપી રહ્યા છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ વિવધ કોલેજમાં જઇને સેમેસ્ટરના ગેરફાયદાઓ વિદ્યાર્થીઓને જણાવવામાં આવ્યા હતા. અભ્યાસક્રમમાં ભણાવવા માટે પૂરતો સમય મળતો નથી, માત્ર ૪૦-૫૦ દિવસનું વર્ગખંડ શિક્ષણ થાય છે, વિદ્યાર્થીદીઠ પ્રાધ્યાપકોની સંખ્યા ખૂબ જ ઓછી છે, સેમેસ્ટરના કારણે વર્ષમાં ૪ વખત પરીક્ષાઓ લેવાય છે. જેમાં ૨ આંતરિક અને ૨ મુખ્ય પરીક્ષાઓ લેવાય છે. વિદ્યાર્થીઓ પર પરીક્ષા ફીનું આર્થિક ભારણ બમણું થાય છે. વારંવારની પરીક્ષાઓને કારણે પ્રાધ્યાપકનો સમય પરીક્ષા અને પરિણામમાં જ જતો રહે છે. વધુ પરીક્ષાઓને કારણે વિદ્યાર્થીઓની મૌલિકતા અને સર્જનશÂક્ત અવરોધાય છે, યુવક મહોત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમ, એનએસએસ અને એનસીસી જેવી ઈતર પ્રવૃતિઓમાં વિદ્યાર્થીઓની સહભાગીતા ઘટી છે. સીબીસીએસ પ્રથામાં વિદ્યાર્થીઓને કોઈ પ્રકારની પસંદગી મળતી નથી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY