
અમદાવાદ,તા.૧૮
શુક્રવારે પડેલા ભારે વરસાદને બાદ શહેરમાં બે જગ્યાએ ભુવા પડવાના તેમજ એક જગ્યાએ જમીન બેસી જવાના બનાવ સામે આવ્યા છે. શુક્રવારે વરસાદ બાદ શનિવારે શહેરના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ નોંધાયો છે.
શહેરના ગોમતીપુર વિસ્તારમાં મેટ્રો ટ્રેન જ્યાંથી પસાર થવાની છે તે જગ્યાએ જમીન બેસી જતા મેટ્રોના અધિકારીઓ દોડી ગયા છે. અહીં સિલ્વર ફ્લેટ નજીક જમીન બેસી ગઈ છે. તંત્રએ કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે અગમચેતીના ભાગરૂપે આસપાસના ૨૦ જેટલા મકાનો ખાલી કરાવી દીધા છે. સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ મેટ્રોના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે.
શહેરમાં વરસાદ બાદ અનેક જગ્યાએ ભુવા પડી રહ્યા છે. શનિવારે હાટકેશ્વર રિંગ રોડ પરના મોડલ રોડ પર ૧૦૦ મીટરના અંતરે બે ભુવા પડ્યા છે. એક ભુવો ભાઈપુરાના અંબા માતાજીના મંદિર સામે અને બીજા ભુવો શીતળા માતાજીના મંદિર સામે પડ્યો છે. શીતાળા માતાજીના મંદિર સામે અઠવાડિયામાં બીજી વખત ભુવો પડ્યો છે. આ ભુવો પડ્યો ત્યાં કોર્પોરેટરનું ઘર અને દુકાન આવેલી છે. આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે કે ગત વખતે ભુવો પડ્યો ત્યારે તેનું સરખીરીતે સમારકામ કરવામાં આવ્યું ન હોવાથી ફરીથી ભુવો પડ્યો છે. અગાઉ ભુવો પડ્યો હતો ત્યારે માત્ર માટી નાખીને પુરાણ કરી દેવામાં આવ્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



