સ્કૂલમાં ભણતા બાળકોને જીવડાવાળુ અનાજ પીરસાય છે

0
74

પાવીજેતપુર,
કવાંટ તાલુકાના અંતરિયાળ વિસ્તારના મોગરા ગામની પ્રાથમિક શાળા નંબર ૧માં મધ્યાહન ભોજન સંચાલક જીવડાવાળા અનાજનું અને ઉંદરની લીંડી પડેલા લોટના થેપલા બનાવીને પીરસી રહ્યાં છે. આ રીતે બાળકોનાં આરોગ્ય સાથે થતાં ચેડા પ્રત્યે શાળાનું વહીવટીતંત્ર બેપરવાર છે. બાળકો પાસે દૂધના કેરેટ ઉચકાવીને મજૂરી કરાવાય છે જેમાં મોગરા ખાતે આવેલી પ્રાથમિક શાળાની અંદર બુધવારે શાળા સમય દરમિયાન મધ્યાહ ભોજન સંચાલક દ્વારા મેનુ પ્રમાણે દુધી ચણાનું શાહ અને થેપલા બનાવવાના હતા, પરંતુ સંચાલકે ખીચડી બનાવી હતી. વધુમાં મધ્યાહ ભોજનના રસોડામાં તપાસ કરતા રસોડામાં ચોખાનો કટ્ટો પડયો હતો તેમાં મોટા જીવડા ફરતા હતા અને આવી જીવાતવાળા ચોખાની ખીચડી બનાવીને શાળાના બાળકોને પીરસવામાં આવી હતી.
બુધવારના મેનુમાં દુધી ચણાનું શાક અને થેપલાનું મેનુ હતું અને થેપલા બનાવવા માટે લોટ લાવવામાં આવ્યો હતો. તેમાં પણ ઉંદરની લીંડી અને બકરીની લીંડીઓ જાવા મળતી હતી. શાળાના વિદ્યાર્થીઓને મધ્યાહ ભોજનમાં દુધ સંજીવની યોજના હેઠળ દુધ આપવાનું બે વર્ષ અગાઉ નક્કી કરવામાં આવ્યું હતું. અને આ માટે કોન્ટ્રાક્ટ પણ આપી દેવામાં આવ્યો છે અને આ કોન્ટ્રાક્ટરો દરરોજ શાળાએ ટેમ્પો લઇને દૂધ પહોંચાડે છે પરંતુ તેમાં પણ ગેરરીતી થતી જાવા મળે છે. શાળાના રજીસ્ટરમાં સંખ્યા જેટલા દૂધના પાઉચ આપવાના હોય છે. પરંતુ મોગરા-૧ સ્કૂલમાં વિદ્યાર્થીઓની રજીસ્ટર સંખ્યા ૨૭૨ છે તેની સામે ચાર કેરેટ એટલે કે દૂધના ૨૪૦ પાઉચ જ આપવામાં આવે છે. તો બાકીના ૩૨ વિદ્યાર્થીઓના દૂધનું શું? તે કયા જાય છે? દૂધ પહોંચાડનાર કોન્ટ્રાક્ટરને શાળામાં પહોંચાડવા સાથેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. પરંતુ આ કોન્ટ્રાક્ટરો શાળાની બહાર જ ટેમ્પો ઉભો રાખી દે છે અને શાળાના નાના નાના બાળકો પાસે મંજૂરી કરાવીને દૂધના કેરેટ શાળામાં ઉતરાવી રહ્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY