ગાંધીજીના મીઠાના સત્યાગ્રહને ૮૮ વર્ષ પૂર્ણ થતાં તામીલનાડુ થી નીકળેલ યુગલ પહ્યોચ્યું અંકલેશ્વર : કોંગ્રેસ દ્વારા સ્વાગત કરાયું

0
105

અંકલેશ્વર:
મહાત્મા ગાંધીજી એ મીઠા માટે જે દાંડી સત્યાગ્રહ કર્યો હતો તેને ૮૮ વર્ષ પૂર્ણ થયા છે આ યાદગાર દિવસ માટે તામિલનાડુના આ કપલ વલસાડથી સાબરમતી આશ્રમ સુધીની પદ યાત્રા પર નીકળેલ છે જે આજરોજ અંકલેશ્વર આવી પહોંચ્યા હતા અંકલેશ્વર ખાતે કૉંગ્રેસના આગેવાનો દ્વારા તેમનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે જિલ્લા પ્રવક્તા નાઝુ ફડવાલા, શહેર પ્રમુખ ભૂપેન્દ્ર જાની, મગનભાઈ માસ્ટર, જિલ્લા યુવા કૉંગ્રેસના મહામંત્રી વસીમ ફડવાલા, વિરોધ પક્ષના દંડક શરીફ કાનુગા, રાજેશ વસાવા, બાલુ પટેલ, ચેતન પટેલ, દીપેન શાહ વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને આ યુગલને પોતાનો લક્ષ્ય સાધવા માટે પ્રોત્સાહન પૂરું પડ્યું હતું. જોકે આ યુગલ આવતી કાલે વડોદરા મુકામ કરે તેવી શક્યતા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY