૨૦૧૯માં મોદી સામે વિપક્ષનો કોઈ પણ નેતા ટકી શકે તેમ નથી : પ્રકાશસિંહ બાદલ

0
30

ભાજપ આસાનીથી સરકાર બનાવી લેશે
ચંડીગઢ,તા.૩૧
પંજાબના પાંચ વખત મુખ્યપ્રધાન રહી ચુકેલા પ્રકાશસિંહ બાદલે કહ્યું છે કે ૨૦૧૯માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ વિપક્ષનો કોઈપણ નેતા ટકી શકે તેવું દેખાઈ રહ્યું નથી. બાદલે કહ્યું છે કે વડાપ્રધાન મોદી ઘણી મહેનત કરી રહ્યા છે. પ્રકાશસિંહ બાદલે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે દેશ સંભાળી શકે અને ચલાવી શકે તેવા નેતા લોકો ચાહે છે. બાદલે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જનતા મોદીને વધુ પાંચ વર્ષની ટર્મ આપશે. જો કે બેઠકોમાં વધઘટની શક્યતા શિરોમણિ અકાલી દળના પ્રમુખે વ્યક્ત કરી છે.
બાદલે કહ્યું છે કે વડાપ્રધાને ભારતની ગરિમાને પોતાના દેશવાસીઓ અને દુનિયાની નજરમાં ઉપર ઉઠાવવાનું કામ કર્યું છે. એનડીએના વયોવૃદ્ધ નેતા પ્રકાશસિંહ બાદલે એમ પણ કહ્યું છે કે તેમણે ભાજપના નેતાઓને મુસ્લિમો અને ખ્રિસ્તીઓને સાથે લઈને ચાલવાની હંમેશા સલાહ આપી છે. એક વખત તમે સરકાર બનાવી લો છો. ત્યારે તમે કોઈ સમુદાય અથવા પાર્ટી સાથે જોડાયેલા રહેતા નથી. પણ આખા દેશની સાથે જોડાઈ જાવ છો. તમારે દરેક ધાર્મિક અને સાંસ્કૃતિક વિવિધતાઓનું સમ્માન કરવું પડશે.
આગામી લોકસભા ચૂંટણી દરમિયાન રાષ્ટ્રીય રાજકીય પરિદ્રશ્યના સવાલ પર ભૂતપૂર્વ મુખ્યપ્રધાન પ્રકાશસિંહ બાદલે કહ્યું છે કે જો મહાગઠબંધન બનશે તો પણ તેમા થોડાક સમયગાળામાં વિરોધાભાસ દેખાવા લાગશે. આખરમાં માત્ર બે જ રાષ્ટ્રીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ રહેશે. અન્ય પાર્ટીઓ વિકલ્પ જોશે કે આગામી સરકારમાં તેમની મોટી ભૂમિકા કેવી રીતે હોય. હવે રાજકારણ માત્ર ખુદને માટે જ થાય છે. હવે કોઈ સિદ્ધાંત હોતા નથી. હજી આમા ઘણો સમય છે. રાજકારણનું કોઈ સૂત્ર નથી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY