૨૪ કલાકમાં ઈમેલનો જવાબ આપવાની ધમકી આપી
ન્યુ દિલ્હી,તા.૩૧
પોતાનો આધાર નંબર સોશિયલ મીડિયા પર શેર કરીને હેકર્સને પડકાર આપનાર ટ્રાઈના ચેરમેન આરએસ શર્માને તેમની ચેલેન્જ હવે ભારે પડી રહી છે. હકીકતમાં આરએસ શર્માને મોબાઈલ નંબર, બેન્ક એકાઉન્ટ સહિત ઘણી માહિતીઓ સોશિયલ મીડિયા પર જાહેર કર્યા પછી તેમની દીકરીને પણ ધમકીવાળો ઈમેલ આવ્યો છે. ઈમેલમાં લખવામાં આવ્યું છે કે, આરએસ શર્માનું ઈમેલ એકાઉન્ટ હેક કરી લેવામાં આવ્યું છે અને હવે પંજાબ નેશનલનું બેન્ક એકાઉન્ટ પણ હેક થવાનું જોખમ છે.
મીડિયા રિપોટ્ર્સમાં જણાવ્યા પ્રમાણે ઈમેલમાં લખવામાં આવ્યું છે કે, સોશિયલ મીડિયા ઉપર ચેલેન્જ આપીને આરએસ શર્માએ દેશને શરમજનક સ્થિતિમાં મુકી દીધો છે અને પોતાનું એકાઉન્ટ હેક કરવા માટે હેકર્સને આમંત્રણ આપ્યું છે. ઈમેલમાં ધમકી આપવામાં આવી છે કે, જો તુરંત એકાઉન્ટ ડિલીટ કરવામાં નહીં આવે તો એકાઉન્ટમાંથી મહત્વની ફાઈલોને જાહેર કરવામાં આવી શકે છે. એટલું જ નહીં, જો તેઓ તેમનું એકાઉન્ટ ડિલીટ નહીં કરે તો આરએસ શર્માના સેલફોનમાં એક સોફ્ટવેર ઈંસ્ટોલ કરવામાં આવશે જેનાથી તેમની બધી જ વાતો સાંભળી શકાશે. ઈમેલમાં ખંડણીની પણ માગણી કરવામાં આવી છે.
ઈમેલમાં લખવામાં આવ્યું છે કે, જો આગામી ૨૪ કલાકમાં તેમના ઈમેલનો જવાબ આપવામાં નહીં આવે તો તેમણે ખરાબ પરિણામ ભોગવવામાટે તૈયાર રહેવું પડશે. તે સાથે જ કાયદાકીય એજન્સીઓને આ વિશે માહિતી ન આપવાની પણ ઈમેલમાં ધમકી આપવામાં આવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




