મોદીને પછડાટ આપવા ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ,સપા,બસપા,આરએલડી વચ્ચે ગઠબંધન..!!!?

0
8

માયાવતીને સૌથી વધુ ૪૦ બેઠકો ફાળવાય તેવી સંભાવના
લખનઉ,તા.૩૧
ર૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. તેની શરૂઆત સૌથી વધુ ૮૦ બેઠકો ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશથી થઇ હોવાનું જાણવા મળે છે.
એવું કહેવાય છે કે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી (સપા), બહુજન સમાજ પાર્ટી (બસપા) અને રાષ્ટ્રીય લોકદળ (રાલોદ) વચ્ચે ગઠબંધન થઇ ગયું છે. આ ચાર પક્ષ વચ્ચે બેઠક વહેંચણીને લઇને સંમતિ સધાઇ ચૂકી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર સૌથી વધુ ૪૦ બેઠક માયાવતીના બસપાને મળશે. કોંગ્રેસને ૮ અને સપાના કવોટામાંથી રાલોદને પણ બેઠકો આપવાની વાત થઇ છે. રિપોર્ટ અનુસાર ઉત્તર પ્રદેશમાં ભાજપ વિરુદ્ધ આ ચારેય પક્ષો ગોરખપુર-ફૂલપુર અને કૈરાના લોકસભા પેટા ચૂંટણીમાં અપનાવવામાં આવેલ રણનીતિને આગળ લઇ જવા માગે છે.
ગોરખપુર અને ફૂલપુર પેટા ચૂંટણીમાં કોંગ્રેસ અને બસપાના સહયોગથી સપાએ જીત હાંસલ કરી હતી. જ્યારે કૈરાનામાં રાલોદના ઉમેદવાર ચૂંટણી જીત્યા હતા. ર૦૧૪માં આ ત્રણેય બેઠકો પર ભાજપનો વિજય થયો હતો.
આ ઉપરાંત આ વર્ષના અંતમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ વિધાનસભા ચૂંટણી યોજાનાર છે. મધ્યપ્રદેશમાં પણ બસપા અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની વાત ચાલી રહી છે.
માયાવતી મધ્યપ્રદેશમાં ર૩૦ બેઠકમાંથી પ૦ પર ચૂંટણી લડવા ઇચ્છે છે, પરંતુ કોંગ્રેસે તેને માત્ર રર બેઠકની ઓફર કરી છે. પક્ષના નેતા બસપાને ૩૦થી વધુ બેઠક આપવા તૈયાર નથી. જોકે બંને પક્ષો વચ્ચે હજુ વાતચીત જારી છે એવું કોંગ્રેસ વર્તુળોએ જણાવ્યું હતું.
ઉત્તર પ્રદેશમાં લોકસભાની બેઠકોની સ્થિતિ જોઇએ તો ભાજપનો ૭૧ બેઠકો પર કબજો છે અને તેનો વોટ શેર ૪ર.૬ ટકા છે. જયારે સપા પાસે માત્ર પાંચ બેઠક છે અને તેનો વોટ શેર રર.૩ ટકા છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY