ભાજપાની નીતિ રીતિ : મૈં દિનકો અગર રાત કહુ તો રાત સમજીએ….!!

0
8

ભારતીય વાયુ સેનાના વડા જ્યારે રફાલ વિમાન ટેસ્ટીંગ કરી રહ્યા હતા ત્યારે જે દેશથી ભાજપની મોદી સરકારે આ વિમાન ખરીદ્યા છે તે ફ્રાન્સ પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદે શબ્દનો બોમ્બ ફોડ્યો કે રફાલ સોદા માટે ભારત સરકારે જ અનિલ અંબાણીના રિલાયન્સ ડિફેન્સ કમ્પનીના નામનો પ્રસ્તાવ આપ્યો હતો અને ફ્રાન્સની વિમાન બનાવનારી કમ્પની દાસૂની પાસે બીજા કોઈ વિકલ્પ ન હતો. બની શકે છે કે જ્યારે આની જાણ પીએમઓ અને રક્ષા મંત્રાલય સાથે અનિલ અંબાણીને પહોંચી હશે ત્યારે સન્નાટો છવાઈ ગયો હશે.રક્ષા મંત્રી સીતારમણ વારંવાર અને પીએમઓ સતત જ એજ વાર્તા કહેતા રહ્યા કે ભારતમાં રફાલ વિમાન કોણ બનાવશે તેનો નિર્ણય ફ્રાન્સની કંપનીએ કર્યો છે. બે કંપનીઓના કારોબારી સોદામાં સરકરની કોઈ ભૂમિકા નથી પણ ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિએ મોદી સરકાર,અનિલ અંબાણી,નિર્મલા સિતારમણને ખૂલ્લા પાડી દીધા. સરકારે બસ એટલું જ કહ્યું કે તેમના નિવેદનની તપાસ થઈ રહી છે.
ભાજપા અને સોશિયલ મિડિયા દ્વારા બની શકે કે હવે ફ્રાંસ્વા ઓલંદાને જુઠ્ઠા સાબિત કરવાનું અભિયાન શરુ કરશે. તેમની છબી બગાડવાની કોશિશ કરવામાં આવશે. ઓલાંદ અને કોંગ્રેસ વચ્ચે ખાનગી મુલાકાત થઈ હતી જેમાં મોદી સરકારની વિરુધ્ધ ષડ્યંત્રણ રચવામાં આવ્યું હતું. ઓલંદા મૂળ કોંગ્રીસ જ છે. આવી બધી વાતો કહેવામાં આવે ….દિવસે રાત નથી હોતી અને રાત્રીને આપ દિન ન કહી શકો ઓલાંદે કયા સંજાગોમાં આવું નિવેદન આપ્યું એ પણ એક મુદ્દો હોઈ શકે છે પરંતુ તેમના નિવેદન પછી ભારતમાં રાજકીય ધરતીકંપ(બઘડાટી)આવવી યોગ્ય છે. સરકારી અનેક એજન્સીએ તપાસ કરી રહી હશે કે રાહુલ અને ઓલાંદ વચ્ચે ક્યાં ક્યારે મીટીંગ થઈ? સરકાર પોતાનું કામ કરે,એજન્સીએઓ પોતાનું અને બધા રાજકીય પક્ષો પોતા પોતાનું. પરંતુ સચ્ચાઈથી મોઢું નથી છુપાવી શકાતું. સરકાર જે કાંઈ અત્યાર સુધી છુપાવી રહી હતી તે વાતો ફ્રાન્સની ધરતી પરથી બહાર ાવી. કોણ સાચું કોણ જૂઠ્ઠુ તેની હોડ અને દોડ રફાલ વિમાનની ઉડવાની ગતિથી પણ વધુ તેજ ગતિથી ચાલશે. આવનાર ચૂંટણીઓમાં બોફોર્સની જેમ રફાલ વિમાન સોદો પણ એક મુખ્ય ચૂંટણી મુદ્દો નક્કી થઈ ગયો છે.
ભાજપની નીતિ હિતી એ રહી છે કે તે જે કહે તેજ સાચુ બાકી વધુ ખોટુ. પણ એવું હવે કદાચ તેમના એ કાર્યકરોને પસંદ ન આવે. ઓલાંદના નિવેદન પછી જે પોતાની રીતે ખેલને જુએ છે. બાકી તો હાલત એવી છે કે દિવસના અજવાળામાં ઊભા રહીને કહે ચાલો બાળકો કહો દિવસ છે કે રાત? અને બાળકો હાથ ઉઠાવી આંખો બંધ કરી કહેશે -ઘોર અંધેરી રાત!!!પોતાની લાલ આંખો બતાવવાવાળા મંત્રીઓ માટે તો ઓલાંદનું નિવેદન પચી નહી રહ્યું હોય. રફાલ સોદા હવે ઠંડો થતો જઈ શકે છે. અનિલ અંબાણીને કદાચ ઓલાંદના નિવેદન પછી મીઠી ચા પણ કડવી લાગી હશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY