૨૦૧૯ ચૂંટણી : ધર્મ,જ્ઞાતિના નામે ચૂંટણી લડાય તો નવાઈ નહિ

0
7

કાંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હમણા જ કૈલાસ માનસરોવરની યાત્રા કરી આવ્યા અને જા નસીબમાં હોય, બાબાએ બોલાવ્યા હોય તો જ કૈલાસના દર્શન કરી શકાય તેમ જ હું ધન્ય થઈ ગયો તેવા વિધાનો કરી નાખ્યા. આ પહેલાં રાહુલ ગાંધીએ કેદારનાથ મંદિરની યાત્રા પણ કરી હતી. ગુજરાતની ચૂંટણી સમયે તો તેમણે ગુજરાતના પ્રસિદ્ધ એવા એક પણ મંદિરના દર્શન કરવાનું બાકી રાખ્યું ન હતું. રાહુલ ગાંધીની જેમ જ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ પોતાની મંદિર યાત્રાઓ માટે ખૂબ જ પ્રખ્યાત છે. મોદીએ પણ તાજેતરમાં જ કેદારનાથ મંદિરની યાત્રા કરી હતી. આમેય મોદી પોતે ઉપવાસ-અનુષ્ઠાન કરતા હોય તેવા ફોટાઓ કે માહિતીઓ સાશિયલ મીડિયામાં તુરત જ પ્રસિદ્ધ કરી દેતા હોય છે. આમ કરીને મોદી પોતાની હિન્દુત્વની ઈમેજ કાયમ રાખવામાં સફળ થયા છે. હવે મોદી અને રાહુલ વચ્ચે દોડ જામી છે. બેમાંથી કોણ પ્રખર હિન્દુ? માત્ર રાહુલ અને મોદી વચ્ચે નહીં પરંતુ તેમના પક્ષ વચ્ચે પણ હિન્દુઓના મત અંકે કરવા માટે સવાયા હિન્દુ બનવાની કવાયત ચાલુ છે. આમ તો ભારતમાં રહેતા અને હાલ સુધી બીજા નાગરિકનો દરજ્જો ભોગવનારા હિન્દુઓ માટે તો આ સારી વાત છે. આજે દેશના બે સોથી મોટા અને મહ¥વના ગણાતા બંને પક્ષ હિન્દુ તુÂષ્ટકરણની રાજનીતિ કરી રહ્યા છે એ આ દેશના હિન્દુઓ માટે ખરેખર અચ્છે દિન સાબિત થઈ રÌšં છે. હવે હિન્દુ કે મુસલમાન કે જાતિવાદને બાજુએ મૂકીએ તો શું ૨૦૧૯માં જાતિવાદ રાજકારણ જ રંગ લાવશે? કોઈ એક પક્ષ ક્્યાં સુધી કોઈ એક જાતિ કે ધર્મના આધારે ચૂંટણીઓ જીતતો રહેશે? વિકાસ, રોજગાર, પ્રગતિ જેવા મુદ્દાઓ પર રાજનીતિ નહીં જ ટકી શકે? હાલ તો નથી જ લાગતું. જે રીતે ભાજપ અને કાંગ્રેસ રાજકારણ રમી રહ્યા છે તે જાતાં તો નહીં જ. હાલમાં જ એસસી-એસટી એક્ટમાં સુધારાના પ્રયાસ સામે જે રીતે સવર્ણોએ આંદોલન હાથ ધર્યું છે તે જાતાં એમ લાગી રÌšં છે કે આપણે દિવસે ને દિવસે પછાત થઈ રહ્યા છીએ.
સવર્ણોનું આંદોલન, એસસી-એસટી એક્ટને લઈ લઘુમતીઓનું ઘમસાણ, અનામતને લઈ હાર્દિક જેવાઓના ઉપવાસ, પોતાના હક માટે ખેડૂતોનું આંદોલન, મરાઠા સમાજની અનામતની માગણી, ગુર્જર જાટ આંદોલન આ બધું દેશને કઈ તરફ લઈ જશે એ કોઈ કહી શકે તેમ નથી. કોઈ પણ માણસ પોતાના મૂળભૂત અધિકારો, રોજગાર, સમૃદ્ધ જીવન કે વિશે વિચારી શકે તેમ નથી. મૂળભૂત મુદ્દાઓ વિસરાઈ રહ્યા છે, નવી નવી જાતિવાદી, જ્ઞાતિવાદી, કોમવાદી સમસ્યાઓ સામે આવી રહી છે, આ સમસ્યાઓમાં દેશનું ધન એટલે યુવાવર્ગ સપડાઈ રહ્યો છે, અકળાઈ રહ્યો છે, સમજી નથી શકતો કે કઈ તરફ જવું? એ યુવાવર્ગને સમજાવવાની જરૂરત છે કે કૈલાસ, કેદારનાથ એ ધાર્મિક આસ્થાના સ્થાન છે, સાચી જીત તો તમારા કર્મ જ અપાવી શકે તેમ છે. રાજકારણમાં ક્ષણિક વિજય આવા મુદ્દાઓ અપાવી શકશે, પરંતુ લાંબા ગાળાની જીત માટે, દેશના વિકાસ માટે આ મુદ્દાઓથી દૂર જવાની જરૂરત છે. આપણી આ પેઢી વિચારી રહી છે કે આ દેશમાં હિન્દુ થઈને જીવી શકો છો, મુસલમાન થઈને જીવી શકો છો, ઈસાઈ, શીખ કે દલીત થઈને જીવી શકો છો, તમારા હક માટે આંદોલનો કરી શકો છો, પરંતુ તમે આ દેશમાં ભારતીય તરીકે નથી જીવી શકવાના, ભારતીય તરીકેના તમારા અધિકાર નથી જ માગી શકવાના અને ૨૦૧૯ની ચૂંટણી આ વાસ્તવિકતા પર મતું મારશે એમાં કોઈ શંકા નથી.(જી.એન.એસ)

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY