અમદાવાદ,તા.૨૪
બાળકીઓ પર અત્યાચારનો વધુ એક બનાવ શહેર પોલીસના ચોપડે નોંધાયો છે. આ બનાવમાં પોલીસે એક આધેડ સામે પોક્સો એક્ટ પ્રમાણે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.
મળતી માહિતી પ્રમાણે શહેરના અમરાઈવાડી વિસ્તારમાં એક એક ચાર વર્ષની બાળકી સાથે પાડોશમાં રહેતા આધેડે શારીરિક અડપલાં કર્યા હતા. આધેડ બાળકીનાં ગુપ્તભાગે ખોટી રીતે સ્પર્શ કરીને છેડછાડ કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
પોલીસે આ ગુનામાં અડપલાં કરનાર દિલીપ રાજપૂત નામના શખ્સ સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
બાળકીનો પરિવાર મૂળ પશ્ચિમ બંગાળનો છે, તેમજ પતિ અને પત્ની કારખાનામાં કામ કરીને ગુજરાન ચલાવે છે. શુક્રવારે જ્યારે પતિ અને પત્ની બહાર ગયા હતા ત્યારે બાજુમાં રહેતા આધેડે બાળકી સાથે અડપલાં કર્યા હતા.
પતિ-પત્ની નોકરી જતા હતા ત્યારે બાળકીની માતા તેની સારસંભાળ રાખતી હતી. શુક્રવારે બાળકીના દાદી ઘરમાં ચા બનાવી રહ્યા હતા ત્યારે પાડોશમાં રહેતા આધેડે બાળકીને તેના ઘરના રૂમમાં બંધ કરી દીધી હતી અને તેની સાથે દુષ્કૃત્ય કરવાનો પ્રયાસ કર્યા હતો. આધેડે બાળકીનાં કપડાં ઉતારી નાખ્યાં હતાં અને તેના ગુપ્ત ભાગે છેડછાડ કરી હતી. જાકે, બાળકીની ચીસ સાંભળીને તેના દાદી દોડી ગયા હતા અને બાળકી હવસનો શિકાર બનતા બચી ગઈ હતી.
બાળકીની દાદીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને હવસખોર આધેડનો પકડી લીધો હતો. બાદમાં ૧૦૮ને જાણ કરીને બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





