અમદાવાદ,તા.૨૪
કોંગ્રેસના નેતા રાજ બબ્બરે પીએમ મોદીના માતા હીરા બા(૯૭ વર્ષ)ની તુલના ડોલર સાથે કરવાને લઇ મોદીના મોટા ભાઇ પ્રહલાદ ભાઇ પણ નારાજ થયા છે. તેમણે બબ્બરના આ નિવેદનની ટીકા કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ હતાશ છે. આ નિવેદન મોદીને ગાળો આપવાના ઇરાદાનું પરિણામ છે. ગુરૂવારના રોજ રાજ બબ્બરે ઈન્દોરમાં એક રેલી દરમિયાન કહ્યું હતું કે, ‘ડોલર સામે રૂપિયો એટલો ગગડી ગયો છે કે, તે વડાપ્રધાનનાં પૂજનીય માતાજીની ઉંમર તરફ આગળ વધી રહ્યો છે.’
પ્રહલાદ મોદીએ આગળ કહ્યું કે, નરેન્દ્ર મોદી સિવાય અમારા પરિવારમાંથી કોઇપણ વ્યકિતને રાજનીતિ સાથે સંબંધ નથી. એવામાં કોંગ્રેસે અમારા પરિવારને રાજકારણમાં ઢસડી જવાનો પ્રયાસ કરવો જાઈએ નહીં. આ પ્રકારની ટીપ્પણી લોકશાહી પરંપરાને અનુરૂપ નથી. ઇશ્વરની કૃપાથી મારી માની લાંબી ઉંમર છે અને તેને લઇ કોંગ્રેસને ઇર્ષા થઇ રહી છે. જ્યારે ખરી વાત તો એ છે કે, કોંગ્રેસ પાર્ટી નરેન્દ્રભાઈને કારણે પરેશાન છે અને તેને મારી માતાએ જન્મ આપ્યો છે. પાર્ટી હતાશામાં તેને પરોક્ષરૂપે ગાળો આપવા માટે આવા નિવેદન આપી રહ્યા છે મારી ભગવાનને પ્રાર્થના છે કે, તે તેને સદ્દબુદ્ધિ આપે, જેથી હતાશ થયા વિના રાજકીય લડાઈ લડે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






