ન. પ્રા. ઉર્દૂ શાળામાં શિક્ષક દ્વારા ધો. ૪ની વિદ્યાર્થિનીની છેડતી

0
8

ઉમરવાડાની શાળાનીï ઘટના પ્રકાશમાં આવતા ટોળા ઉમયા
સુરત, તા. ૧૦
ઉમરવાડા ટેનામેન્ટ ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષા સમિતિની શાળા નં. ૧૯૦માં ધોરણ ૪ની વિદ્યાર્થિની સાથે શિક્ષક દ્વારા શારીરિક છેડતી કરવાનો આક્ષેપ સાથે વાલીએ હોબાળો મચાવતા સલાબતપુરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
ઘટના અંગે મળતી માહિતી મુજબ આજે બપોરે ઉમરવાડા ટેનામેન્ટ ખાતે ઉર્દૂ કન્યા શાળા નં. ૧૯૦ ખાતે વાલીઓનુ઼ ટોળુ જમા થઈ શિક્ષક જીતુ સામે વિદ્યાર્થિનીની છેડતી કરી હોવાનો આક્ષેપ કરતા હતા. ધોરણ ૪માં અભ્યાસ કરતા ૧૪ વર્ષની વિદ્યાર્થિની સાથે શાળાનો શિક્ષક ટેરેસ ઉપર લઈ છેડતી કરી આ અંગે કોઈનેï કે માતાને જાણ કરી તો મારી મારીશ એવી ધાક ધમકી આપવામાં આવી હતી.
આ ઘટના શાળામાં વેકેશન પહેલાની છે. આજથી શાળા શરૂ થતા રાબેતા મુજબ આજે વિદ્યાર્થિનીએ શાળાએ જવાની હતી ત્યારે તેણીએ માતાને વાત કરી હતી. માતાએ આજુબાજુના લોકો સાથે મળી શાળાએ પહોîચી શિક્ષક વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો. આ બનાવ અંગે સલાબતપુરા પોલીસïને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી ઈજા પક્ષોની દલીલો સાંભળી કાર્યવાહી કરી છે. જે શિક્ષક ઉપર છેડતીનો આરોગ્ય મૂકવામાં આવ્યો છે તે પણ સ્કૂલમાં જ હાજર છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY