સાળંગપુર બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદીરે પ્રમુખવર્ણિ દિન ઉજવાયો

0
15

ડૉ.કીરીટ શેલતે લખેલ મહાન ઋષિ મહંત સ્વામી મહારાજ નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું

બોટાદ જીલ્લાના સુપ્રસિધ્ધ સાળંગપુર બી. એ. પી. એસ. સ્વામિનારાયણ મંદિર,ખાતે પ્રમુખવર્ણિ દિન ઉજવાયો હતો, જેમાં સ્વામી એ પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજના જીવન કવન વિશે પ્રવચન કર્યું હતું. જેઓએ 150 થી પણ વધુ પુસ્તક લખ્યા છે તેવા પૂ.નારાયણગુરુએ પ્રસંગને અનુરૂપ પ્રવચન કર્યું હતું અને ડો.કિરીટ શેલતે લખેલ ‘યુગપુરૂષ’ પુસ્તકની વાત પણ કરી હતી. ડો.કિરીટ શેલતે પોતે લખેલ પુસ્તક વિશે જણાવ્યું હતું કે, આ 21 મી સદીમાં આપણે કઈ રીતે જીવન જીવવું તેનું માર્ગદર્શન પૂ.મહંત સ્વામી આપી રહયા છે. આ પુસ્તકમાં આદરણીય સંતોની વાત કરી છે તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરી છે. આધ્યાત્મિકતાની વાત કરી છે. આ પુસ્તક તૈયાર કરવામાં સંતો – મહંતો, હરિભક્તોએ સહયોગ આપ્યો છે, તેવા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.ડો.કિરીટ શેલતે પરમ પૂજયશ્રી મહંત સ્વામી વિશે લખેલ મહાન ઋષિ મહંત સ્વામી મહારાજ નામના પુસ્તકનું વિમોચન કરી મહંત સ્વામીને અર્પણ કર્યું હતું.આ સભામાં પૂ.મહંત સ્વામી દ્રારા સઁધ્યા આરતી કરવામાં આવી હતી જેનો લાભ મોટી સંખ્યામા હરિભક્તોએ લીધો હતો.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હરિભક્તો હાજર રહીને લાભ લીધો હતો.

તસવીર:વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY