શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે જ ગોપીપુરાની શાળામાં આગ ભાગી

0
8

રાયચંદ દીપચંદ સ્કૂલમાં મટર પેટીમાં શોર્ટ સર્કિટ બાદ ધૂમાડો નીકળ્યો
સુરત, તા. ૧૦
આજથી રાજ્યમા઼ નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે. તક્ષશિલા અગિ્નકાંડ બાદ શહેરની તમામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ફાયર સેફટીની તપાસ અને નોટિસ આપવામાં આવી હતી આજે પ્રથમ દિવસે જ ગોપીપુરા સિથત રાયચંદ દિપચંદ સ્કૂલની મીટરપેટીમાં શોર્ટસર્કિટ થતા દોડધામ મચી ગઈ હતી.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે જ ગોપીપુરા ખાતે આવેલ શાહ રાયચંદ દિપચંદ સ્કૂલની મીટર પેટીમાં સવારે સાડા આઠ વાગ્યાના સુમારે શોર્ટ સર્કિટ થયું હતું. ઓટો રિક્ષા ચાલક અને સિક્યુરિટી ગાર્ડની નજર પડતાની સાથેજ ફાયર સેફટીના સાધન તેમજ ડાયકેમિકલ પાવડરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફાયર ઓફિસર રાયચંદ પટેલના જણાવ્યા અનુસાર આ બનાવથી કોઈ પણ પ્રકારની જાનહાનિï કે નુકસાન થયું નથી. મીટર પેટીમાં શોર્ટસર્કિટથી ભાગદોડ મચી ગઈ હતી. ફાયરની ટીમ પણ સમયસર ઘટના સ્થળે પહોîચી ગઈ હતી.

ઉનાળુ વેકેશનની પૂર્ણાહૂતિ બાદ આજથી શાળાઓનું નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે પ્રથમ દિવસે નવા વર્ગોમાં પ્રવેશ કરવા પૂર્વે સ્કૂલના વિદ્યાર્થીઓએ સરથાણા અગિ્નકાંડમાં માર્યા ગયેલા ૨૨ વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ તસવીરમાં ઉગત રોડ પર આવેલી રેડિયન્ટ શાળાની છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY