બોટાદ,તા.૨૪
બોટાદ શહેરના તાજપર સર્કલ, નગીના મસ્જિદ પાસે સાંજના સમયે એક મુસ્લિમ યુવકે એક મહિલા સહિત ત્રણ શખ્સો પર છરી વડે હુમલો કરતા પિતા-પુત્રના મોત નિપજયા હતા. જ્યારે પુત્રીને ગંભીર ઇજા થવાને કારણે બોટાદ સોનાવાલા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાઇ હતી. બનાવને પગલે ઘટનાસ્થળે પોલીસ પાર્ટી દોડી આવી હતી અને તપાસ તજવીજ હાથ ધરી હતી. જોકે, મોડી રાતે આરોપી જાવેદ ગુલમહંમદ ઝાખરાની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી હતી.
બનાવ અંગે બોટાદ પોલીસના જણાવ્યા પ્રમાણે, બોટાદ શહેરના તાજપર સર્કલ, નગીના મસ્જિદ પાસે રહેતા સલમાબેન ફિરોજભાઈ જોખીયાના મકાનની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યા પ્લોટ બોટાદ શહેરના ખોજાવાડીમાં રહેતા આરોપી જાવેદ ગુલમહમ્મદ જાખરાને પચાવી પાડવો હોવાની બાબતની દાઝ રાખી ૨૩ જૂનના સાંજના ૬ઃ૩૦ કલાકે નગીના મસ્જિદ પાસે આરોપી જાવેદ ગુલમહંમદ ઝાખરાએ ફરિયાદી સલમાનબેન જોખીયા તથા ફિરોજભાઈ નુરાભાઈ જોખીયા (ઉ.વ-૪૮) અને નુરાભાઈ અલારખભાઈ જોખીયા ઉં.વ ૭૫) પર છરી વડે હુમલો કરતા ફિરોજભાઈ નુરાભાઈ જોખીયા અને નુરાભાઈ અલારખ ભાઈ જોખીયાનું ગંભીર ઇજા થવાથી મોત નિપજ્યું છે. ત્યારે સલમાબેન ફિરોજભાઈ જોખીયાને બોટાદ સોનાવાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં વધુ સારવાર અર્થે બોટાદથી ભાવનગર ખસેડવામાં આવ્યા છે. આમ ઉપરોક્ત મુજબની ઇજાગ્રસ્ત મહિલા સલમાબેન જોખીયાએ હોસ્પિટલના બિછાનેથી ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. તેમજ આરોપીને ઝડપી લેવાચક્રો ગતિમાન કર્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




