થોડાસમય પહેલા એસીબીના હાથે ઝડપાયેલા
જાળીલા પી.એચ.સી. મેડીકલ ઓફિસર અને રાણપુર પીએસઆઈ એ.પી.સલૈયા ને અપાયુ આવેદનપત્ર

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં ફરજ બજાવતા ડો.વિપુલભાઈ દુમાંતર થોડા સમય પહેલા અમદાવાદ ગીતામંદીર બસસ્ટેન્ડ પાસે બે હજારની લાંચ લેતા અમદાવાદ એસીબીના હાથે ઝડપાયા હતા જે અનુસંધાને સમસ્ત જાળીલા ગ્રામજનો દ્વારા જાળીલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના લોકપ્રિય,સેવાભાવી ડો.વિપુલભાઈ દુમાંતર ના સમર્થનમાં ગ્રામજનોએ રાણપુર પીએસઆઈ એ.પી.સલૈયાને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ આ અંગે જાળીલા ગામના સરપંચ સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે જાળીલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા ડો.વિપુલભાઈ આર દુમાંતર અમારા ગામના તેમજ આજુબાજુ ના ગામ ના લોકો તેમજ ગરીબ દર્દીઓની ખુબજ નિષ્ઠા અને પ્રામાણિકતાથી સેવા આપતા હતા આ ડો.વિપુલભાઈ અમારા ગામે આશરે ૧૦ વર્ષથી જાળીલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં ફરજ બજાવે છે તેઓની વિરૂધ્ધમાં આજદિન સુધી કોઈપણ ગામલોકોએ કે આજુબાજુના ગામલોકો દ્વારા અરજી કે કોઈ ફરીયાદ કરેલ નથી તેઓ હરહંમેશ દર્દીની સેવા માં જાણે ભગવાન દેખાતા હોય તે રીતે તે રીતે સેવા કરે છે ડો.વિપુલભાઈ ને અમારા ગામમાં ગત તાલુકા કક્ષાનો સ્વતંત્રતા પર્વ માં રાણપુર તાલુકાના આગેવાનો તેમજ સરકારી અધિકારીની હાજરીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ બિરદાવવામાં આવ્યા હતા ૧૦ વર્ષ પહેલા અમારા દવાખાનામાં કોઈપણ પ્રકાર ની સુવિધા ઉપલબ્ધ નહોતી તેમજ સરકારી દવાખાનામાં સારવાર લેવા માટે ભાગ્યે જ કોઈ જતુ હતુ પરંતુ ડો.વિપુલભાઈ આવ્યા બાદ સરકારી દવાખાનામાં મોટા શહેરોમાં મળતી તામામ પ્રકારની સગવડ અત્યારે અમારા દવાખાનામાં છે જ્યારે ડો.વિપુલભાઈ હતા ત્યારે દરોજની ૩૦૦ ઓપીડી આવતી હતી એમના ગયા પછી રોજની ૧૦ જ ઓપીડી આવે છે અગાઉ વિલાસબેન એસ સોલંકી ફરજ માં નિષ્કાળજી દાખવતા હોય ડોક્ટરશ્રી અવાર નવાર નોટીસ પણ આપેલ ત્યારબાદ વિલાસબેન અમદાવાદ ખાતે બદલી કરાવી જતા રહેલ અને પુર્વ રાગદ્રેષ થી ડો.વિપુલભાઈ ને ખોટી રીતે ષડયંત્ર રચી ખોટી રીતે એ.સી.બી. માં લાંચ ના કેસ માં ફસાવેલ છે અમારૂ જાળીલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની કામગીરી બોટાદ જીલ્લા માં પ્રથમ નંબર ની હોય અમારે કોઈપણ ભોગે જાળીલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં ડો.વિપુલભાઈ ની સેવા ની જરૂર છે ડો.વિપુલભાઈ ને જાળીલા પી.એચ.સી.માં પરત મુકવા અને તેઓની ઉપર થયેલ ખોટી ફરીયાદ નુ નિવારણ લાવવામાં આવે અને ડો.વિપુલભાઈ ને જાળીલા ખાતે ફરજ પર મુકવામાં નહી આવે તો આગામી દિવસો સમસ્ત જાળીલા ગ્રામજનોને ગાંધીચિંધ્યા રાહે આંદોલન કરવાની ફરજ પડશે.
રિપોર્ટર:વિપુલ લુહાર,રાણપુર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





