
પોલીસ મહાનિરીક્ષક,ભાવનગર નરસિમ્હા કોમાર દ્વારા પ્રોહીબીશન ની કામગીરી અંગે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા બોટાદ જીલ્લામાં પ્રોહીબીશનની બદીને નેસ્ત નાબુદ કરવા કડક સુચના આપેલ હોય,જે અનુસંધાને બોટાદ એલ.સી.બી.ના પો.ઇન્સ. એચ.આર.ગોસ્વામી ના માર્ગદર્શન હેઠળ બોટાદ એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. ડી.એમ.ત્રિવેદી, હે.કો. ભગવાનભાઇ, હે.કો. પ્રવિણસિંહ, પો.કો. ક્રિપાલસિંહ, પો.કો. બળદેવસિંહ પેટ્રોલીંગમાં હોય જે દરમ્યાન પો.કો. બળદેવસિંહ ને ખાનગી રાહે બાતમી મળેલ કે બોટાદના સવગણનગર દશામાંના મંદીર પાસે રહેતા મહેશભાઇ ગીરીશભાઇ સોલંકી પોતાના રહેણાંકી મકાને ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખેલ છે જે આધારે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા એપીસોડ ક્લાસીક વ્હિસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૬૮ જેની કિં.રૂ.૨૦,૪૦૦ તથા ક્રેઝી રોમીઓ વ્હીસ્કીની ૧૮૦ એમ.એલ. ની નાની બોટલ નંગ-૨૨ જેની કિં.રૂ.૨૨૦૦ તથા સેમસંગ કંપનીનો એક મોબાઇલ ફોન જેની કી.રૂ.૩૦૦ મળી કુલ કિ.રૂ.૨૨,૯૦૦ ના મુદ્દામાલ સાથે મહેશભાઇ ગીરીશભાઇ સોલંકી ઉ.વ- ૩૨ રહે. સવગણનગર, દશામાના મંદીર પાસે બોટાદવાળાને પકડી પાડી તમામ મુદામાલ તેમજ આરોપીને બોટાદ પોલીસ સ્ટેશન ખાતે સોંપી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે
રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





