બોડેલીમાં સાપ કરડતા બાળકીનું મોત નીપજ્યું

0
191

છોટાઉદેપુર,તા.૩૦
સતત વરસાદ પડતાં સાપ અજગર સહીતના જીવો બહાર નિકળતા સાપ કરડવાના બનાવો બની રહ્યા છે. તો બીજી તરફ સાપ કરડવાના કિસ્સાઓ પણ બનવા લાગ્યા છે. બોડેલીના મોડાસર ગામમાં બે દિવસમાં એક જ ફળિયામાં સાપ કરડવાની બે ઘટનાઓ બની હતી. જેમાં બાળકીનું મોત નીપજ્યું હતું.
બોડેલીના મોડાસર ગામે તડવી ફળીયામા રહેતા પ્રેરણાબેન અશોકભાઈ તડવી ઉમર વર્ષ ૪ને રાત્રીના ત્રણ વાગ્યાના અરસામા સાપ કરડયો હતો. સાપ કરડતા પરિવારજનો દ્વારા બાળકીને સારવાર અર્થે બોડેલીની હોસ્પિટલે લઇ જવાઇ હતી. ત્યા તબીબે તેને મૃત જાહેર કરી હતી.
જ્યારે એક દિવસ અગાઉ મોડાસર ખાતે જ રાજેશ ઇશ્વરભાઇ તડવીને પણ સાપે ડંખ દેતા તેને બોડેલીની હોસ્પિટલે લઇ જવામાં આવ્યો હતો. ત્યાથી વધુ સારવાર અર્થે વડોદરા ખાતે રીફર કરાયો હતો. બે દિવસમાં એક જ ફરીયામા બે સાપ કરડવાની બે ઘટના બની હતી. જેમાં એક બાળકી અને એક ઇસમને સાપે ડંખ દીધો હતો. જેના પગલે બાળકીનું મોત નીપજ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY