બાળકોને રમવા દેતા નથી’ને ઓલિમ્પિક મેડલની ઇચ્છા રાખો છો : કપિલ દેવ

0
49

ન્યુ દિલ્હી,તા.૮
પૂર્વ ક્રિકેટર કપિલ દેવે સ્પોટ્‌ર્સ સાથે જાડાયેલા એક સવાલના જવાબમાં કહ્યું હતું કે આપણો દેશ રમતોને ગંભીરતાથી લેતો નથી પણ આપણે ઓલિમ્પિક મેડલની આશા લગાવી રાખીએ છીએ. કપિલે કહ્યું હતું કે જ્યાં સુધી માતા-પિતાની ઇચ્છા નહીં હોય કે બાળક સ્પોટ્‌ર્સમેન બને ત્યાં સુધી દેશને સારા ખેલાડી કિયારેય મળી શકશે નહીં. ક્રિકેટ બોલને લઈને જારી વિવાદ પર કપિલે કહ્યું હતું કે આપણે બાકી દેશોમાં તેમના બોલથી રમીએ છીએ તો આપણે ત્યાં આપણા બોલથી રમવું જાઈએ.
કપિલ દેવે કહ્યું હતું કે માતા-પિતા અંગ્રેજીના ટ્યૂશન માટે ૫૦૦૦ રુપિયા આપે છે પણ ક્રિકેટ કોચિંગ માટે ૧૦૦૦ રુપિયા આપવાથી અચકાય છે. આપણે સ્પોટ્‌ર્સને જાવામાં વિશ્વાસ રાખીએ છીએ રમવામાં આપણને વિશ્વાસ નથી. માતા-પિતા બાળકો સાથે આવે છે અને મારી પાસે ઇચ્છા રાખે છે કે તેમનો બાળક આઈપીએલ રમે, કારણ કે ત્યાં પૈસા છે. હવે કબડ્ડી જેવી રમતોમાં પણ પૈસા આવવાના શરુ થઈ ગયા છે. જેથી ફેરફાર થઈ રહ્યો છે. તેને એવી રીતે સમજા કે દેશમાં કેટલી એન્જીનિયરિંગની કોલેજ છે અને કેટલી સ્પોટ્‌ર્સ એકેડમી છે? યૂરોપ કે અમેરિકાની વાત કરવામાં આવે તો જા બાળક જૂનિયર્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરે તો માતા-પિતા સ્કૂલમાં તેને ઇયર ડ્રોપ કરવાથી મનાઈ કરતા નથી પણ ભારતમાં કોઈ આવું વિચારી પણ શકે નહીં.
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની જીતની તકો વિશે કપિલ દેવે કહ્યું હતું કે કિયાય પણ જીતવા માટે જવું જાઈએ. જાકે પરાજય થાય તો પણ તેને દિલ ઉપર લેવું જાઈએ નહીં. બોલ ટેમ્પરિંગ માટે નખના ઉપયોગની છુટ મળવાના એક સવાલના જવાબમાં કપિલે કહ્યું હતું કે આ તો નિયમોમાં ફેરફારનો મામલો છે. જા બધા આ મુદ્દે સહમત થાય છે તો કોઈ પરેશાની નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY