ડેમ-તળાવોમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા તાપી જિલ્લામાં સુદૃઢ આયોજન

0
21

મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને મુખ્ય સચિવશ્રી જે.એન.સિંઘ દ્વારા જળસંચયની કામગીરીને બિરદાવાઇ
વ્યારા, તા. ૦૨
તાપી જિલ્લાની વિશિષ્ટ ભૌગોલિકતાને જોતા ડુંગરાળ તેમજ ઉંચા-નીચા વિસ્તારો હોવાથી મોટા ભાગનું વરસાદી પાણી નદી કોતરો મારફત વહી જાય છે. પરિણામે જળ સંચય ન થતા દર વર્ષે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ભૂગર્ભના તળ ખૂબજ નીચા ઉતરી જતા સમગ્ર જિલ્લામાં પીવાના તથા સિંચાઇ માટે પાણીની ગંભીર સમસ્યા ઉભી થાય છે. પાણીના સંગ્રહ માટે હાર્ડરોકના તળ ધરાવતી નદીઓ ઉપર સરેરાશ બે મીટર ઉંચાઇ ધરાવતા ચેકડેમો પાણીના સંગ્રહ કે રીચાર્જીંગ માટે ઉપયોગી નીવડતા નથી. તેમની સંગ્રહ ક્ષમતા હાલના તળાવોના દસ ટકાથી પણ ઓછી હોય છે. આ સમસ્યાનું કાયમી નિરાકરણ કરી બાહુલ્ય આદિવાસી વસ્તી ધરાવતા તાપી જિલ્લાના વિકાસ માટે સતત એકશન મોડમાં રહેતા જિલ્લા કલેક્ટર આર.એસ.નિનામાની દુરંદેશી દ્રઘ્નિ પરિણામે તાપી જિલ્લામાં નકામાં વહી જતા વરસાદી પાણીનો સુયોગ્ય રીતે સંગ્રહ થઇ શકે અને લોકોના ઘર આંગણે જમીનમાં પાણીના તળ ઉંચા આવે તે માટે અસરકારક કાર્યઆયોજન હાથ ધરી આ વર્ષે પાંચ થી બાર મીટરની ઊંંડાઇના અને અંદાજે કુલ ૧૭૫ એમ.સી.એફ.ટી જળસંગ્રહ શક્તિ ધરાવતા ૩૭ જેટલા તળાવોના નિર્માણનુ ભગીરથ કરાયુ હતુ.
આ તમામ તળાવો ચાલુ ચોમાસા દરમિયાન ઓવરફ્લો થયા છે. દર વર્ષે ઉનાળાની શરૂઆતથી જ પીવાના અને સિંચાઇના પાણીની મુશ્કેલીનો સામનો કરી રહેલ તાપી જિલ્લામાં હવે પાણીના ­શ્નોનું કાયમી નિવારણ થશે. આગામી દિવસોમાં ભવિષ્યની પેઢી આ ભગીરથ કાર્યથી મળેલ જળ સમૃઢ્ઢિધના મીઠાં ફળ ચાંખશે. બાંધકામની વિશેષતા એ હતી કે તમામ તળાવોનું નિર્માણ સિંચાઇ વિભાગ ગુજરાત સરકારની મશીનરીથી કરવામાં આવ્યું હતુ.ખાનગી કોન્ટ્રાકટરો/એજન્સીઓને દૂર રાખવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુજલામ સુફલામ થકી જળસંચય ક્ષેત્રે ગુજરાતે અભિયાન ઉપાડ્યુ ત્યારે વિશ્વએ તેની નોંધ લીધી હતી. તાપી જિલ્લાની કાયાપલટ માટે જિલ્લા કલેક્ટર આર.એસ.નિનામા દ્વારા લોકહિતમાં કરવામાં આવેલ જળસંચય-જળસંગ્રહ સેવાયજ્ઞના આ ભગીરથ કાર્યની નોંધ લઇ મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને મુખ્ય સચિવશ્રી જે.એન.સિંઘ દ્વારા સરાહના કરવામાં આવી છે.
કલેક્ટર નિનામાની રાહબરી હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ સમગ્ર જિલ્લામાં આ કામગીરી ચાલુ રાખવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યુ છે. જે અન્વયે હયાત ચેક ડેમોની ઉંચાઇ ઘણી નીચી હોવાના કારણે જરૂરી માત્રામાં પાણીનો સંગ્રહ થતો ન હોઇ જિલ્લામાં આવેલ દસ નદીઓમાં નેસુ, તાપી, પૂર્ણા, મીંઢોળા, અંબિકા, ગીરા, ઝંખરી, વાટિથકી, રંગાવલી, ઓલણ મળી દસ નદીઅો પર બાંધેલ ચેકડેમ ઓછી ઉંચાઇના હોઇ પાણીનો સંગ્રહ ઓછો થાય છે. આ નદીઓ ઉપર નવા પાંચ મીટરથી વધુ ઉંચાઇના ચેક ડેમ બનાવા અને ૫૦ જેટલા નવા તળાવો બનાવવા માટે સઘન આયોજન હાથ ધરાયું છે.
જિલ્લામાં ભારે વરસાદના કારણે ઉભા થયેલ નાના મોટા રીપેરીંગ કરી દેવામાં આવેલછે. અંતરિયાળ વિસ્તારમાં અવેલ તળાવો ઉપર ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. જિલ્લાના તમામ તળાવો સલામત છે જેથી અફવા ન ફેલાવવા માટે લોકોને કલેક્ટર નિનામા દ્વારા અપીલ કરવામાં આવે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY