સુરત-મુઝફ્ફરપુર એક્સ.ટ્રેનના તમામ કોચને અપગ્રેડ કરાયા

0
6

સુરત,તા.૩૦
રેલ્વે મુસાફરોને આકર્ષવા હવે નવો કિમિયો અજમાવવા જઇ રહ્યો છે. ખાસ કરીને વેસ્ટર્ન રેલ્વે દ્વારા ઉત્કૃષ્ટ પ્રોજેકટ અંતર્ગત રેલ્વેના કોચને અપગ્રેડ કરવામા આવ્યા છે. સુરત-મુઝફ્ફર પુર એક્સપ્રેસ ટ્રેનના તમામ કોચોને અપગ્રેડ કરી દેવામા આવ્યા છે. આવતીકાલે આ ટ્રેનને લીલીઝંડી આપવામાં આવશે.
આ વિશે પશ્ચિમ રેલવેના ટેકનિકલ હેડ સંદીપ રાજવંશીએ જણાવ્યું કે, ઉત્કૃષ્ઠ પ્રોજેક્ટ અંતર્ગત અમે પશ્ચિમ રેલવેના રેક અપગ્રેડ કરી રહ્યાં છે. જેનાથી મુસાફરોને વધુ સારી સુવિધા મળી શકે અને તેમનો ટ્રાવેલ એક્સપિરિયન્સ સારો થાય. પહેલો રેક ૧૯૦૫૩૫૪ સુરતથી મુઝફ્ફર વચ્ચે ચાલનારી ગાડીનો રેક બનાવાયો છે. આ ટ્રેન સુરતથી મુઝફ્ફર પુર આવ-જા કરે છે. અને બીજી ટ્રીપ મહુવા-ભાવનગરની કરાય છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગાડીમાં નવી સુવિધાઓ મૂકાઈ છે અને કેટલીક અપગ્રેડ કરાઈ છે. તો બીજી તરફ ટ્રેનનો કલર પણ બદલી દેવાયો છે.
તેમણે કહ્યું કે, સમગ્ર ભારતમાં પ્રથમ ફેઝમાં ૧૪૦ રેક તથા બીજા ફેઝમાં ૫૦૦ રેક બનાવવામાં આવનાર છે. પહેલા ૨૦ રેક પૈકી ૬ રેક મુંબઈ ડિવિઝનમાં તૈયાર કરવામાં આવનાર છે. જેમાંથી પહેલું રેક સુરત કોચ સેન્ટરમાં તૈયાર થઈચુકવ્યું છે. જેને સુરત મુઝફ્ફર ટ્રેનમાં જાડવામાં આવનાર છે. રેકને મોડિફાઇડ કરવા પાછળ ૬૦ લાખનો ખર્ચ કરવામાં આવનાર છે. તો ચાલો અમે તમને આ કોચની શુ વિશેષતા છે તે જણાવીએ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY