પોરબંદર,તા.૨૦
ચોમાસાની સિઝનમાં માછીમારી કરવા માટે દરિયામાં જવા પર ફીશરીઝ વિભાગ દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો હોય છે. છતાં પણ નિયમનું ઉલ્લંઘન કરીને માછીમારો દરિયામાં જતા હોય છે. જેમાં નિયમનું ઉલ્લંઘન કરીને દરિયામાં માછીમારી કરવા ગયેલા ૨૧ બોટના લાયસન્સ ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે.
ચોમાસા દરમિયાન દરિયામાં વધુ તેજ મોજા આવતા હોય છે. વાતાવરણ સારુ ન હોવાને કારણે માછીમારો મુશ્કેલીમાં મુકાય છે. જેને ધ્યાનમાં રાખીને ફીશરીઝ વિભાગ દ્વારા જૂન મહિનાથી લઇ ૧૫ ઓગસ્ટ સુધી દરિયામાં માછીમારી માટેની પ્રક્રિયા પર પાબંદી હોય છે. અને તેના પર પ્રતિબંધ મુકવામાં આવે છે.
આ નિયમનું ઉલ્લંઘન કરી અનેક માછીમારો માછીમારી કરવા માટે જતા હોય છે. જેમાં ૧૫ ઓગસ્ટ પહેલા બંધ સિઝનમાં માછીમારી કરવા ગયેલા ૨૧ બોટોના લાયસન્સ ફીશરીઝ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. આ એક વિસ્ફોટોમાં ૨૦ બોટ વેરાવળની છે. જ્યારે, એક બોટ પોરબંદરની છે.
ઝપ્ત કરાયેલ લાયસન્સ ધારકો પાસેથી ૧૦ હજારથી ૫૦ હજાર જેટલી રકમનો દંડ વસૂલવામાં આવે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



