બોમન ઈરાની અને સ્વરા ભાસ્કરે એ શરૂ કર્યું પોતાનું પ્રોડક્શન હાઉસ

0
8

મુંબઈ,તા.૨૫
ફિલ્મોમાં પોતાની ઉમદા એક્ટિંગ સાથે અલગ સ્થાન બનાવી ચૂકેલા એક્ટર બોમન ઈરાની હવે અલગ ક્ષેત્રમાં પગલું માંડવા જઈ રહ્યા છે. એમણે પોતાનું પ્રોડક્શન હાઉસ ‘ઈરાની મુવીટાન’ મુંબઈમાં લોન્ચ કર્યું. અમિતાભ બચ્ચને કંપનીના લોગોનું અનાવરણ કર્યું. આ ઇવેન્ટમાં ‘બર્ડમેન’ના રાઇટર અને ઓસ્કર વિજેતા સ્ક્રીન રાઇટર એલેક્ઝેન્ડર ડિનેલેરિસ પણ હાજર રહ્યા. સ્ક્રીન રાઇટિંગના વર્કશોપ માટે બોમને એલેક્ઝેન્ડર ડિનેલેરિસને આમંત્રિત કર્યા હતા.
મીડિયા સાથેની વાતચીત દરમિયાન અમિતાભે કહ્યું , ‘હું ઈરાની સાથે ફરી કામ કરવા ઈચ્છું છું.’ અમિતાભ અને ઈરાની અગાઉ ‘લક્ષ્ય’, ‘ભૂતનાથ રિટર્ન્સ’, ‘વક્ત’ વગેરે ફિલ્મોમાં જાવા મળ્યા હતા.
આ ઇવેન્ટમાં બોમનની પત્ની, રોની સ્ક્રૂવાલા, દિયા મિર્ઝા, ફરહાન અખ્તર, ફિરોઝ અબ્બાસ ખાન પણ હાજર રહ્યા હતા. ૨૨ ફેબ્રુઆરીએ રિલીઝ થનારી ફિલ્મ ‘ટોટલ ધમાલ’માં બોમન ઈરાની માધુરી દીક્ષિત, અજય દેવગણ, અનિલ કપૂર, રિતેશ દેશમુખ સાથે જાવા મળશે. આ કોમેડી ફિલ્મ વાઈલ્ડલાઈફ એડવેન્ચર પર આધારિત છે. સ્વરા ભાસ્કરે પોતાના ભાઈ ઈશાન ભાસ્કર સાથે પોતાનું પ્રોડક્શન હાઉસ લોન્ચ કર્યું છે. જેનું નામ ‘કહાનીવાલે’ રાખવામાં આવ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY