નકલી પોલીસે પ્રેમીને ધમકી આપી, યુવતી પાસે અશ્લીલ માંગણી કરતા ધરપકડ

0
24

અરવલ્લી,તા.૧૮
મોડાસામાં રાજુ કટકટ નામનો આ શખ્શ જાણે કે વિકૃત માનસીકતા ધરાવતો હોય એવી ઘટના સામે આવી છે. યુવતીનુ અપહરણ તેના મિત્ર શાનુ મલેક સાથે મળીને કર્યુ અને એ પણ પોતે પોલીસ હોવાની ઓળખ આપીને અને બાદમાં દુષ્કર્મ આચરવાનો ઇરાદો પાર પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આખરે યુવતી તેમની પકડમાંથી ભાગી જવામાં સફળ રહેતા તેનો બચાવ થયો હતો. આ દરમ્યાન જ તેણે તેના મિત્ર શાનુ મલેક સાથે મળીને શહેરના સહયોગ વિસ્તારમાં રમઝટ પાર્ટી પ્લોટ પાસે એક યુવતી અને યુવક વાતો કરતા હતા. એ દરમ્યાન પોલીસની રેડ હોવાનુ ગણાવીને બંનેને ધમકાવવા અને ડરાવવા લાગ્યો હતો અને પોલીસ મથકે લઇ જવાનુ કહીને યુવકને ડરાવી યુવકને ભગાડી મુક્યો હતો અને બાદમાં યુવતીને તેમણે પોલીસ મથકે જવાનુ કહીને બુલેટ પાછળ બેસાડીને અવાવરુ જગ્યાએ લઇ જવા પ્રયાસ કર્યો હતો. જ્યાં યુવતી પાસે અશ્લીલ માંગણીઓ કરી યુવતીને બળજબરીપુર્વક સતામણી કરવાનુ શરુ કર્યુ હતુ.
અસલી પોલીસ આવુ કૃત્ય કરે એ વાત થી જ તેનો પરીવાર પણ હેબતાઇ ગયો હતો પણ આખરે યુવતીએ હિંમત કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં પોલીસે આખરે નકલી પોલીસનુ આ કૃત્ય હોવાને લઇને તપાસ હાથ ધરીને બંને નકલી પોલીસ શખ્શોને સબક શિખવાડી જેલના સળીયા પાછળ ધકેલ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY