મુંબઈ,તા.૧૮
ઘણી વખત અભિનેતા એક જ સમયમાં એકથી વધારે ફિલ્મોમાં કામ કરી રહ્યા હોય છે. જેમા લુકને લઇને ઘણા પડકારનો સામનો કરવો પડે છે. પરંતુ એવામાં કોઇ પ્રોડયુસર કોઇ અભિનેતાને જીવથી મારી નાખવાની ધમકી આપે તો, આવો મામલો પહેલી વખત સામે આવ્યો છે. ખરેખર મલયાલમ ફિલ્મોના અભિનેતા શેન નિગમે પોલીસમાં એક ફરિયાદ કરી છે. જેમા તેણે તેની જ એક ફિલ્મના પ્રોડયુસર વિરુદ્ધ જીવથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ સોશિયલ મીડિયામાં તેની ઇમેજ ખરાબ કરવા પર અને ભવિષ્યમાં કોઇ ક્ષતિ પહોંચવા પર તેનો જવાબદાર પ્રોડયુસર જોબી જોર્જને ગણાવ્યા છે.
ખરેખલ આ મામલો એવો છે કે થોડાક દિવસ પહેલા જોબી જોર્જના પ્રોડક્શ વાળી ફિલ્મ ‘વેયિલ’ માટે શેન નિગમ શુટિંગ કરી રહ્યા હતા. પરંતુ એક શેડયુલ પૂરુ કર્યા બાદ તેણે તેની એક અન્ય ફિલ્મ કુરબાનીની શુટિંગની તૈયારી શરૂ કરી દીધી. આ દરમિયાન તેણે તેના લુક્સમાં થોડાક બદલાવ કર્યા તેમા ખાસ કરીને તેણે તેની હેરસ્ટાઇલ ચેન્જ કરી લીધી.
જોકે, ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા તેના એક વીડિયોમાં શેન એવો દાવો કરી રહ્યો છે કે તેને વેયિલ ફિલ્મના જવાબદાર વ્યક્તિઓથી વાત કર્યા બાદ તેના લુક્સમાં પરિવર્તન કર્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


