ઝઘડીયાના વેલુગામની નદીના કિનારા પરથી દેશી દારૂનો વિપુલ માત્રામાં જથ્થો ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી

0
13

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ તરફથી જીલ્લામા દારૂ વેચાણની પ્રવુતિ નેસ્તનાબુદ કરવા સુચના આપવામા આવેલ હોય જે અનુસંધાને ભરૂચ એલ.સી.બીના પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ઝાલા નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બી ના પો.સ.ઇ પી.એસ.બરંડા તથા પો.સ.ઇ વાય.જી. ગઢવી નાઓએ પોલીસ માણસોની અલગ-અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરેલ છે જે અનુસંધાને આજરોજ મળેલ બાતમી હકીકત આધારે ઝઘડીયા તાલુકાના ઉમલ્લા પો.સ્ટે.ની હદમાં આવેલ વેલુગામની નજીક આવેલ નદી કિનારા પાસે નાકાબંધી કરવામાં આવેલ જે દરમ્યાન પાંચ મોટરસાયકલો ઉપર કુલ ૧૦ ઈસમો કોથળાઓમાં દેશી દારૂ ભરી લઈ જતા હોય જેઓ પોલીસ નાકાબંધી જોઇ નાશવા લાગેલ જે પૈકીના કેટલાક ઈસમો મો.સા. ઓ મુકી નાશી ગયેલ તેમજ ત્રણ ઈસમો સ્થળ ઉપરથી ઝડપી પાડવામાં આવેલ અને પકડાયેલ ઈસમો તથા મળી આવેલ પાંચ મો.સા. ઓ ઉપર લઈ જવાતો પ્લા.ના મીણીયા કોથળાઓમાં ભરેલ દેશી દારૂ લીટર ૫૦૦ કિંમત રૂપીયા ૧૦,૦૦૦/- તથા મો.સા.નંગ-૦૫ કિં.રૂ.-૬૦,૦૦૦/- તથા મોબાઈલ નંગ-૦૧ કિં,રૂ.૫૦૦/- મળી કુલ ૭૦,૫૦૦/-નોમુદામાલ કબ્જે કરવામાં આવેલ છે અને નીચે જણાવ્યા મુજબના પકડાયેલ તથા નહી પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધ ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ ઈસમ:-
(૧) છત્રસિંગ જેસંગભાઇ વસાવા રહે.વલાગામ, નવી નગરી, તા.ઝધડીયા. જી.ભરૂચ(૨) કરશન મુકેશભાઇ વસાવા રહે. વલાગામ, નવી નગરી, તા.ઝઘડીયા, જી.ભરૂચ(૩) રમેશ મનુભાઇ વસાવા રહે.વલાગામ, નવી નગરી, તા.ઝધડીયા. જી.ભરૂચ વોટેડ આરોપીઓ:-(૪) નિલેશભાઇ વસાવા

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY