રાજપીપળા વીજ કંપનીમાં ફરતો વચેટિયો ગ્રાહકો પાસે થી હજારો રૂપિયા ખંખેરતો હોવાની બુમ..?

0
22

એક હોટલ સંચાલકે નવા કનેકશન માટે નિયમ મુજબ ના રૂપિયા ભર્યા હોવા છતાં વધારાના 20 હજારની માંગ કરનાર વચેટિયો કોણ છે અને તેની સાથે કયા અધિકારી ની સાંઠગાંઠ છે...?

વીજ કંપનીનો યુનિફોર્મ પહેરી દલાલી કરતો વ્યક્તિ અધિકારીઓ ના નામે હજારો રૂપિયાની માંગ કરતો હોય જેમાં ખરેખર અધિકારી ની મિલીભગત છે…? તે તપાસ નો વિષય છે.

રાજપીપળા : નર્મદા જિલ્લો સ્ટેચ્યુ બન્યા બાદ વિશ્વ કક્ષા એ નામનાં મેળવી રહ્યો છે પીએમ મોદી વચેટિયાઓ ને હટાવી લાભાર્થીઓ ને સીધો લાભ મળે એ માટે સતત પ્રયત્ન પણ કરે છે છતાં અમુક વિભાગ માં હજુ લાંચીયા અધિકારી કે કર્મચારીઓ સુંધરતા નથી જેમાં મુખ્ય વચેટિયાઓ પોતાનું કમિશન કાઢવા રોલ ભજવતા હોય તેવુજ રાજપીપળા વીજ કંપની ની કામગીરી માં પણ છાસવારે સાંભળવા મળે છે.

રાજપીપળા વીજ કંપની માં નોકરી કરતો હોવાનો રોફ જમાવી અધિકારીઓ ના નામે હજારો રૂપિયા ઉઘરવતો એક વચેટિયો વર્ષો થી વીજ કંપનીના કર્મચારી જેવોજ યુનિફોર્મ પહેરી ફરે છે અને નવા કનેકશન,લાઈન બદલવી, નવા પોલ ઉભા કરવા સહિતના અમુક મોટા કામોમાં ગ્રાહકો નિયમ મુજબના રૂપિયા ભરી રસીદ લીધા બાદ આ વચેટિયો સ્થળ વિઝીટ કરી વાંધા બતાવી ઝડપી કામ કરવા અમુક અધિકારીઓ ના નામે વધારાના હજારો રૂપિયા ની માંગ કરતો હોવાની બુમો વારંવાર ઉઠી છે છતાં આ માટે અધિકારીઓ આ ન્યુસન્સ દૂર કરતા નથી અને ગ્રાહકો ની અરજી આ વચેટિયા સુધી કેવી રીતે પહોંચે છે એ પણ તપાસ નો વિષય છે.

@@  : મેં ગેસ્ટ હાઉસ ના નવા કનેકશન માટે રૂપિયા ભર્યા હોવા છતાં વધારાના 20 હજાર માંગ્યા : વિરલ પટેલ

આ બાબતે હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા અને હાલ ગેસ્ટ હાઉસ શરૂ કરવા માટે નવા વીજ જોડાણની અરજી કરનાર હોટલ સંચાલક વિરલ પટેલે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે મેં નિયમ મુજબના જોડાણના રૂપિયા વીજ કંપની માં ભરી રસીદ પણ લીધી છે છતાં એક દલાલ અધિકારી ને 20 હજાર આપવા પડશે નહિ તો જલ્દી કનેકશન નહિ મળે એમ કહી આંટા માર્યા કરે છે. તો આ અધિકારી કોણ છે…?અને આ વચેટીયો પણ વીજ કંપની માં નોકરી કરતો નથી તો મારી અરજી બાબતે તેને કોણે જાણ કરી મારી પાસે ઊઘરાણું કરવા મોકલ્યો હતો…? હું એક પણ રૂપિયો ખોટો નહિ આપું નિયમ મુજબ મારુ કામ ક્યારે થાય છે એ હું જોવું છું.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY