શિમલા,તા.૧૪
જમ્મુ-કાશ્મીરમાં કેટલાક વિસ્તારોમાં બરફવર્ષા શરૂ થઈ છે. હિમાચલ પ્રદેશમાં છ જિલ્લામાં ભારે વરસાદ અને બરફવર્ષાની ચેતવણી જારી થઈ છે.
હવામાન વિભાગે શિમલામાં ૧૫ નવેમ્બરે છ જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે. ચંબા, કાંગડા, મંડી, કિન્નોર અને લાહોલ-સ્પીતિમાં ભારે વરસાદ સાથે બરફ પડી શકે છે તેવી આગાહી કરી છે.
સમગ્ર પ્રદેશમાં ૧૬ નવેમ્બર સુધી હવામન ખરાબ રહેવાનો વર્તારો છે. તો ૧૭થી ૨૦ નવેમ્બર સુધી હવામાન સ્વચ્છ રહેશે. મનાલી, સ્નો પોઈન્ટ સોલંગનાલા, ફતરૂ, ગુલાબા સહિતના વિસ્તારોમાં શીતલહેર છવાઈ ગઈ છે. બરફ વર્ષાને કારણે ધીરે ધીરે ઉત્તરભારતમાં ઠંડી શરૂ થઈ રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



