ઓલપાડ અને ચોર્યાસી તાલુકામાં વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી

0
8

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી રેલી યોજાઈ
સુરત, તા.૩૦

ઓલપાડ અને ચોર્યાસી તાલુકામાં વિશ્વ મેલેરિયા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી આવી હતી. વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણીના ભાગરૂપે ઓલપાડ અને તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે તાલુકા આરોગ્ય અધિકારીશ્રી પી.વી.સેલર અને ઈચ્છાપોરના પ્રા.આ.કેન્દ્ર મે.ઓ.શ્રી હિમાંશુ ગામીના માર્ગદર્શન હેઠળ દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર શ્રીઓના માર્ગદર્શન હેઠળ રેલી યોજવામાં આવી હતી.
૨૦૨૨ સુધીમાં મેલેરીયાને દેશવટો આપવાના ધ્યેય સાથે શેરીનાટક, લધુ શિબિર, પ્રદર્શન દ્વારા મેલેરીયા રોગથી બચવા માટેના વિવિધ ઉપાયોગ દર્શાવીને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. મચ્છરદાનીમાં સૂવાનું રાખો, સાંજે એક કલાક પહેલા બારી બારણા બંધ કરવા, ચોમાસામાં છાપરા તથા ધાબા પર તૂટેલા-ફૂટેલા વાસણો ટાયર ટ્યુબ વગેરેનો નાશ કરવો. જેથી આરોગ્ય કાર્યકર અથવા નજીકના દવાખાને જઈ લોહીની તપાસ અવશ્ય કરાવવાની સમજ આપવામાં આવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY