નકલી નોટ પ્રકરણમાં સ્વામી રાધારમણ સહિત પાંચને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલાયા

0
7

સુરત,તા.૨૮
ખેડાના અંબાવ ખાતે સ્વામિનારાયણ મંદિરના સ્વામી સહિત પાંચની સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નકલી કરન્સીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી ૧.૨૬ કરોડની ૨ હજારના દરની નકલી નોટ મળી આવી હતી. ૪ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આજે ફરી સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા તમામ પાંચેય આરોપીઓને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે.
ખેડા જીલ્લામાં અંબાવગામ સ્વામીનારાયણ મંદિરના સાધુ રાધારમણ સ્વામીના રૂમમાંથી ૨૦૦૦ના દરની ડુપ્લીકેટ ચલણી નોટ સાથે પકડાયો હતો. સ્વામીની સાથે અન્ય ચારની પણ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ચાર રિમાન્ડ દરમિયાન અલગ અલગ મુદ્દાઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ગત રોજની તપાસમાં આરોપી પ્રતિક દિલીપ ચોડવડીયા વરાછામાં દુકાન ખોલીને ઓનલાઇન ફલીપકાર્ડ પર સાડી અને ડ્રેસ મટીરીયલ્સનો વેપાર કરે છે. પ્રતિકના પિતાની બોમ્બે માર્કેટમાં સાડીની દુકાન છે. વધુમાં પ્રતિક ચોડવડીયા અને પ્રદીપ પ્રવિણ ચોપડા બન્ને મિત્રો છે. થોડા મહિના પહેલા પ્રદીપએ પ્રતિક પાસેથી ૨૫ હજારની રકમ ઉછીની લીધી હતી. આ રકમની પ્રતિક માંગણી કરતો હતો. જેથી પ્રદીપે તેને એવુ જણાવ્યું કે તારી ૨૫ હજારની રકમ તો આપી દઈશ ઉપરથી વધારાના રૂપિયા કમાવવા મળશે એવી લાલચ આપી સાડીના વેપારીના પુત્ર પ્રતિકને પણ પ્રદીપએ ડુપ્લીકેટ નોટમાં સામેલ કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY