સરદાર સરોવર ડેમની સપાટી ૧૩૭.૭૮ મીટર, હજુ પાણીની આવક ચાલુ

0
9

નર્મદા,તા.૨૮
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી હજુ ૧૩૭.૭૮ મીટર છે. હજુ પણ મધ્યપ્રદેશ ખાતે આવેલા ઇન્દિરાસાગર ડેમમાંથી પાણીની આવક થઈ રહી છે. હાલ ડેમમાં ૫૪૦૦ મિલિયન ક્યુબીક મીટર પાણી સંગ્રહાયેલું છે. એટલે આગામી વર્ષમાં રાજ્યમાં પાણીની કોઈ તંગી નહીં રહે. એટલું જ નહીં રાજ્યમાં પીવાની સાથે સાથે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી પણ મળતું રહેશે.
ગત વર્ષે સરદાર સરોવરમાં પાણીની આવક ઘટી ગઈ હતી. તેમજ ડેમની સપાટી ૧૧૦ મીટરથી નીચે ઉતરી જતાં પાણીની કટોકટી સર્જાવાની સ્થિતિ ઉભી થઈ હતી. જેના અનુસંધાને પીવાના પાણી માટે રાજ્યના લોકોએ વલખા મારવા ન પડે તે માટે રાજ્ય સરકારે ૧૫મી માર્ચ પહેલા જ ખેડૂતોને સિંચાઈનું પાણી નહીં આપવાનું જાહેર કર્યું હતું. આ વર્ષે સારા વરસાદને કારણે નર્મદા ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર પર પહોંચી હતી. આજે પણ ડેમની સપાટી ૧૩૭.૭૮ મીટર છે.
બીજી તરફ ડેમો છલોછલો હોવાથી મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશને પણ પૂરતા પ્રમાણમાં વીજળી મળી રહેશે. સરદાર સરોવર અને નર્મદા નદી પરના અન્ય ડેમો સારા વરસાદને કારણે ભરાયેલા છે. જેથી નર્મદા બંધના ઉપરવાસમાંથી પાણી આવતું રહેશે. સરદાર સરોવર નર્મદા નિગમ દ્રારા ૧૦ લાખથી ૧૦.૫૦ લાખ હેકટર જમીનમાં સિંચાઈનું આયોજન કરાયું છે, જેના માટે કેનાલો દ્વારા પાણી આપવામાં આવશે.
આ સાથે પ્રતિદિન ૧૪ મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન થઇ રહ્યું છે. એટલે કે રોજની ૩ કરોડ રૂપિયાની વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે.
નર્મદા ડેમની સર્વચ્ચો સપાટીને કારણે શિયાળામાં લાખો હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી તો મળશે જે, સાથે સાથે દરરોજ અઢીથી ત્રણ કરોડ રૂપિયાની વીજળીનું પણ ઉત્પાદન થશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY