અંકલેશ્વર,તા.૨૮
અંકલેશ્વર પાસે નેશનલ હાઇવે પર નિલેશ ચોકડી નજીક અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા ઉમરવાડાની નૂરનગરના બે યુવકોને ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળે જ બંનેના કરૂણ મોત નીપજ્યા હતા. અંકલેશ્વર પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામની નૂરનગરમાં રહેતા મનોજ મનહર વસાવા(૨૨) અને અજય લક્ષ્મણ વસાવા(૨૧) બાઈક લઈને નેશનલ હાઇવે પર ભરૂચ તરફથી અંકલેશ્વર તરફ જઇ રહ્યા હતા. તે દરમિયાન નિલેશ ચોકડી નજીક અજાણ્યા વાહન ચાલકે તેમની બાઈકને અડફેટે લીધી હતી. અને અકસ્માત કર્યાં બાદ વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતમાં મનોજ વસાવા અને અજય વસાવાના કરૂણ મોત નિપજ્યા હતા. આ અકસ્માતની જાણ થતાં જ અંકલેશ્વર પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને હાઇવે પરનો વાહન વ્યવહારને સર્વિસ રોડ ઉપર ડાયવર્ટ કર્યો હતો. પોલીસે બન્ને યુવકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડીને અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




