આતંકવાદ મુક્ત દુનિયા માટે ભારત આશાનું કિરણ : પીએમ મોદી

0
2

પીએમ મોદીએ આઈઆઈએમમાં ગ્લોબલાઈઝિંગ ઈન્ડિયન થોટ કાર્યક્રમને પણ સંબોધ્યો
તિરૂવનંથપુરમ,તા.૧૬
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા આઈઆઈએમ કોઝિકોડ(કેરળ)માં એમડીસી સંકુલ સામે સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ કર્યું છે. અહીંયા તેમણે ‘ગ્લોબલાઈઝિંગ ઈન્ડિયન થોટ’ વિષય પર સંબોધન આપતા કહ્યું કે, સદીઓથી ભારતની ધરાએ દુનિયાનું સ્વાગત કર્યું છે. જ્યાં તમામ સભ્યતાઓ સમુદ્ધ થઈ શકી નથી, તેની સામે આપણી સભ્યતા ફુલી ફાલી રહી છે કારણ કે અહીંયા શાંતિ અને સમૃદ્ધિ મળે છે. ઘૃણા, હિંસા, સંઘર્ષ અને આતંકવાદ સામે મુક્તિ મેળવવા માટે રાહ જોઈ રહેલી દુનિયાને ભારતની જીવનશૈલી આશાનું કિરણ છે. સંઘર્ષોને હિંસાની જગ્યાએ સંવાદની શક્તિથી ટાળવું એ જ ભારતીય શૈલી છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારતીય વિચાર ગતિશીલ અને વિવિધતા વાળા છે. દયા , સેવા અને ન્યાય એ ભારતીય મૂલ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, ૨૦મી સદીમાં મહાત્મા ગાંધીએ આ જ આદર્શોનું પાલન કર્યુ અને દેશની આઝાદીમાં અમૂલ્ય ફાળો આપ્યો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY