બીએસએફમાંથી હાંકી કઢાયેલા તેજ બહાદુરે બે ઉમેદવારીપત્રોમાં પોતાને નોકરીમાંથી છૂટા કરવા અંગે અલગ-અલગ કારણ આપ્યા હતા
વારાણસી,તા.૧
વારાણસથી પીએમ મોદીની સામે લોકસભાના ચૂંટણી જંગમાં ઉતરેલા સપા અને બસપાના ઉમદેવાર તેમજ BSFના પૂર્વ જવાન તેજબહાદુરની ઉમેદવારી રદ કરાઈ છે. BSFમાથી હાંકી કઢાયેલા તેજ બહાદુરે બે ઉમેદવારીપત્રોમાં પોતાને નોકરીમાંથી છુટા કરવા અંગે અલગ અલગ કારણ આપ્યા હતા. જેના પગલે જિલ્લા ચૂંટણી અધિકારીએ તેજ બહાદુરને ૨૪ કલાકમાં BSF પાસેથીNOC મેળવીને રજૂ કરવા જણાવ્યુ હતુ. ચૂંટણી અધિકારીએ તેજબહાદુરને નિર્દેશ આપ્યો હતો કે, તે એવુ NOC લાવે જેમાં નોકરી પરથી કયા કારણસર તેમને છુટા કરાયા તેનો ઉલ્લેખ હોય.
આ પહેલા તેજબહાદુરે એક ઉમેદવારીપત્રમાં ભ્રષ્ટાચાર કે ગેરરીતિના કારણે નોકરી પરથી છુટા કરાયા છે કે તેમ તેની જાણકારી આપવાના કોલમમાં હા લખ્યુ હતુ અને બીજા ઉમેદવારીપત્રમાં તેનો જવાબ નામાં આપ્યો હતો.
હવે સપા અને બસપા શાલિની યાદવને જ પોતાના ઉમેદવાર તરીકે ચાલુ રાખી શકે છે. કારણકે હજી તેમનુ ફોર્મ પાછુ ખેંચાયુ નથી.
વારાણસીથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અને પૂર્વ BSF જવાન તેજ બહાદુર યાદવની ઉમેદવારી રદ્દ થતાં તેમણે આરોપ લગાવ્યો છે કે ભાજપ વારાણસીથી વડાપ્રધાન મોદી વિરુદ્ધ ચૂંટણી લડવાથી મને રોકવા માટે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયામાં રોડા નાખે છે. તેમણે વધુમાં કહ્યું કે, મને ચૂંટણી લડવાથી તે માટે રોકવામાં આવી રહ્યો છે કારણ કે, દેશનો નકલી ચોકીદાર અસલી ચૌકીદારથી ભયભીત છે. ઉમેદવારી પત્ર રદ્દ થતા તેજ બહાદુરે કહ્યુ કે મારું ઉમેદવારી પત્ર ખોટી રીતે રદ્દ કરાયું છે, અમે આની વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટ જઇશું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


